નર્મદા : રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ની ઉજવણી માટે રાજપીપળામાં ૮ હજારથી વધુ કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તુતિની તડામાર તૈયારી

નર્મદા : રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ની ઉજવણી માટે રાજપીપળામાં ૮ હજારથી વધુ કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તુતિની તડામાર તૈયારી

 

‘વંદે માતરમ્’ની થીમ પર ૩૧મી ઓક્ટોબરે એકતાનગર ખાતે ૧૨ મિનિટની ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિ દ્વારા ભારતની વિવિધતામાં એકતાની ઝાંખી રજૂ કરાશે

 

ગુજરાતના ૩ હજારથી વધુ કલાકારો સહિત દેશના વિવિધ પ્રાંતના કલાકારો સહભાગી બનશે

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે આગામી ૩૧મી ઓક્ટોબરના રોજ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી આ રાષ્ટ્રીય ઉજવણી માટે વિવિધ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે દેશભરમાંથી આવેલા ૮ હજારથી વધુ કલાકારો ‘વંદે માતરમ્’ની થીમ પર આધારિત વિશેષ સાંસ્કૃતિક પ્રસ્તુતિ દ્વારા ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, રાષ્ટ્રીય ગૌરવ અને ‘વિવિધતામાં એકતા’ના ભાવને જીવંત કરશે.

રાજપીપળાના ધાબા ગ્રાઉન્ડ- સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની સઘન પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. કલાકારોના તાલમેલ, સામૂહિક પ્રસ્તુતિ અને કાર્યક્રમની ભવ્યતા માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાતના ૩ હજારથી વધુ કલાકારો સહિત દેશના વિવિધ પ્રાંતોમાંથી આવેલા ૮ હજાર કલાકારો સહભાગી બનશે. ગુજરાતમાં વસતા દેશના અન્ય રાજ્યોના કલાકારો પણ આ સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં જોડાઈને રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ વ્યાપક બનાવશે.

ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર યોગેશ બી. નિરગુડેએ જણાવ્યું હતું કે, દર વર્ષની સરખામણીએ આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમમાં લગભગ સાત ગણા વધુ કલાકારો સહભાગી થવા જઈ રહ્યા છે. ગુજરાત સરકાર, ભારત સરકારની સંગીત નાટક અકાદમી અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સંયુક્ત પ્રયાસોથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા કલાકારો એક મંચ પર આવીને રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવનાને સાંસ્કૃતિક અભિવ્યક્તિ આપશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કલાકારોમાં જોવા મળતો ઉત્સાહ અને જોશ આ વર્ષની ઉજવણીની વિશેષતા છે. ‘વંદે માતરમ્’ની થીમ પર આધારિત આ પ્રસ્તુતિમાં ભારતની વિવિધ સંસ્કૃતિઓ, પરંપરાઓ અને કલાઓના સમન્વય સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશ રજૂ કરવામાં આવશે. અંદાજે ૧૨ મિનિટની આ સામૂહિક પ્રસ્તુતિ રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની રહેશે. આ ઐતિહાસિક અવસરને અવિસ્મરણીય બનાવવા માટે તમામ સ્તરે આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દેશના વિવિધ પ્રાંતના કલાકારોની એકસાથે થનારી આ સાંસ્કૃતિક પ્રસ્તુતિ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને ઉજાગર કરશે.

 

 

ધાબા ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રેક્ટિસ કરી રહેલા હજારો કલાકારોની આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થળ પર જ પ્રાથમિક સારવાર મળી રહે તે માટે મેડિકલ યુનિટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેડિકલ યુનિટની મુલાકાત દરમિયાન સચિવ યોગેશ નિરગુડેએ આરોગ્ય કર્મચારીઓ સાથે ચર્ચા કરી ઉપલબ્ધ સુવિધાઓની જાણકારી મેળવી હતી. કલાકારોને જરૂરિયાતના સમયે તાત્કાલિક આરોગ્યસેવા મળી રહે અને પ્રેક્ટિસ દરમિયાન તેમની સુરક્ષા જળવાઈ રહે તે માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતુ

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો