દાહોદ રેલવે સ્ટેશનના રિલે રૂમમાં ચોરીનો પર્દાફાશ: કેબલ ચોરનારા અને તાંબુ ખરીદનાર વેપારી સહિત 4 સામે કાર્યવાહી

તા.૨૫.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ રેલવે સ્ટેશનના રિલે રૂમમાં ચોરીનો પર્દાફાશ: કેબલ ચોરનારા અને તાંબુ ખરીદનાર વેપારી સહિત 4 સામે કાર્યવાહ

દાહોદ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા રિલે રૂમમાંથી સિગ્નલ વિભાગની આશરે ૧૦૦ મીટર કેબલ ચોરી થવાના ચર્ચસ્પદ પ્રકરણનો રેલવે સુરક્ષા દળ (RPF) દાહોદ પોસ્ટે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે ચોરી કરનાર બે યુવકો, એક સગીર અને ચોરાયેલું તાંબુ ખરીદનાર વેપારી સહિત કુલ ચાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.​ઘટનાની વિગત મુજબ, ગત ૧૩ ઓક્ટોબરના રોજ દાહોદ રેલવે સ્ટેશનના રિલે રૂમનું તાળું તોડીને ૧૨ કોરની કેબલની ચોરી થઈ હતી. આ અંગે RPF દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે પોલીસે કાર્યવાહી કરીને મનોજ ડિંડોર, રોહિત ઉર્ફે ચિંટુ સંજયભાઈ ડામોર અને એક સગીર વયના કિશોરને ઝડપી પાડ્યા હતા.​ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપીઓએ ચોરેલી કેબલને સળગાવીને તેમાંથી આશરે ૨૨ કિલો તાંબુ કાઢ્યું હતું. ત્યારબાદ આ તાંબુ દાહોદના પડાવ વિસ્તારમાં આવેલી ‘જય અંબે’ વાસણની દુકાનના વેપારી સેવકરામ ઠાકવાનને રૂ. ૮,૦૦૦માં વેચી દીધું હતું.​પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને વેપારીની દુકાનેથી ૨૨ કિલો ૩૦ ગ્રામ તાંબુ જપ્ત કર્યું હતું. RPF એક્ટની કલમ-૬ હેઠળ ત્રણેય મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સગીર બાળકને તેના પિતાની હાજરીમાં કાયદેસરની નોટિસ આપીને સુપ્રત કરાયો છે. પકડાયેલા તમામ આરોપીઓને વડોદરા રેલવે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો