માલસર મુકામે આવેલ શ્રી સત્યનારાયણ મંદિર થી માલસર – અસા નર્મદા બ્રિજ સુધી રીસર્ફેસીંગ,સી.સી.રોડ ની કામગીરી શરૂ કરાઈ

ફૈઝ ખત્રી..શિનોર

શિનોર તાલુકામાં ગત ચોમાસામાં થયેલ ભારે વરસાદ ના કારણે માલસર મુકામે આવેલ શ્રી સત્યનારાયણ મંદિર થી માલસર – અસા બ્રિજ સુધી નો એપ્રોચ રોડ અતિ બિસ્માર બની ગયો હતો.તેમજ છેલ્લા 6 વર્ષથી રીસર્ફેસીંગ ની કામગીરી પણ કરવામાં આવી ન હોય,જે અંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ ને રજૂઆત કરવામાં આવી હતી.જે બાદ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ ધ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી.જે રજૂઆત ના પગલે રીસર્ફેસીંગ, એફડીઆર, સી.સી.રોડ સહિત ની કામગીરી માટે 1 કરોડ રૂપિયાની સૈધ્ધાંતિક મંજૂરી પ્રદાન કરવામાં આવી હતી.જેને લઇને આજરોજ શિનોર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સંકેત પટેલ,હરિકૃષ્ણ ઉર્ફે જીગા ભાઈ પટેલ ( ઉત્તરાજ ) વિકાસભાઈ પટેલ ( બીથલી ) જીગ્નેશભાઈ પટેલ ( સાધલી ) રાજેશભાઈ પટેલ ( માલસર ) સહિત માલસર ગ્રામ પંચાયત ના સરપંચ ,ગ્રામ પંચાયત ના સભ્યો સહિત સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં રીસર્ફેસીંગ ,સી.સી.રોડ ની કામગીરી શરૂ કરવામાં આવી હતી.જેને લઈને સ્થાનિક આગેવાનોએ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલનો આભાર માન્યો હતો.

 

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો