અરવલ્લી : પેરોલ ફર્લો ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં સાત વર્ષથી વોન્ટેડ બુટલેગરને સુરતથી દબોચ્યો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : પેરોલ ફર્લો ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં સાત વર્ષથી વોન્ટેડ બુટલેગરને સુરતથી દબોચ્યો

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની સખ્ત સૂચનાને પગલે પોલીસતંત્ર જીલ્લામાં ગુન્હા આચરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા દોડાદોડી કરી રહી છે પેરોલ ફર્લો ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં સાત વર્ષ અગાઉ દારૂના ગુન્હામાં નાસતા ફરતા અમદાવાદના બુટલેગરને સુરતથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી પેરોલ ફર્લો ટીમના પીએસઆઇ પી.પી.સોલંકી અને તેમની ટીમે વોન્ટેડ આરોપીઓ અને પેરોલ જમ્પ કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા સાત વર્ષ અગાઉ મોડાસા રૂરલ પોલીસે વિદેશી દારૂ સાથે ગાડી ઝડપી લઈ બુટલેગર પ્રેમારામ ભોનારામજી ઉર્ફે ભાણારામજી ચૌધરી(રહે,પાયલપાર્ક,ખોખરા-અમદાવાદ) વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુન્હો નોંધ્યો હતો મોડાસા રૂરલ પોલીસને છેલ્લા સાત વર્ષથી હાથતાળી આપનાર પ્રેમારામ ચૌધરી સુરતના ડભોલી ગોગા સર્કલ હોવાની બાતમી મળતા પોલીસ તાબડતોડ સુરત પહોંચી વોન્ટેડ બુટલેગર પ્રેમારામ ચૌધરીને ઝડપી લેતા છેલ્લા સાત વર્ષથી ફરાર બુટલેગરના મોતિયા મરી ગયા હતા પેરોલ ફર્લો સ્કોડે બુટલેગરને મોડાસા રૂરલ પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો