ધોળીવાવ જૂથ ગ્રામ પંચાયતમાં SC સમાજની સરપંચ બેઠક અનામત રાખવાની માંગ, 70 વર્ષથી ST બેઠક આવતી હોવાનો દાવો

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની ધોળીવાવ જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચની બેઠકના અનામતના મુદ્દે એસ.સી. સમાજ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે. ધોળીવાવ જૂથ ગ્રામ પંચાયતમાં વિસાડી, પાંદરા અને ધોળીવાવ એમ ત્રણ ગામોનો સમાવેશ થાય છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા આશરે 70 વર્ષથી જ્યારે પણ સરપંચની ચૂંટણી યોજાય છે, ત્યારે સરપંચની બેઠક અનુસૂચિત જનજાતિ એટલે કે એસ.ટી. માટે અનામત આવતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા અનુસૂચિત જાતિ એટલે કે એસ.સી. સમાજના લોકો દ્વારા આગામી ચૂંટણીમાં સરપંચપદ માટે એસ.સી. અનામત બેઠક ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બીજી તરફ, ધોળીવાવ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ગણપતભાઈ રાઠવાનું કહેવું છે કે આજદિન સુધી એસ.ટી. સિવાયની અનામત બેઠક આવી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકશાહી વ્યવસ્થામાં કોઈપણ સમાજ પોતાની માંગ રજૂ કરી શકે છે. ત્યારે હવે એસ.સી. સમાજની આ માંગને લઈને સંબંધિત તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે અને આગામી ચૂંટણીમાં અનામત બેઠકની ફાળવણી કેવી રીતે થાય છે, તેના પર સૌની નજર રહેશે.

રિપોર્ટર તોસીફ ખત્રી

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો