તા.25/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના કાર્યાલય ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ, સુરેન્દ્રનગર: દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વના લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના ૧૩૯મા એપિસોડનું સુરેન્દ્રનગર ખાતે ભવ્ય અને ઉત્સાહભેર સામૂહિક નિદર્શન કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી વિચાર મંચના અધ્યક્ષ દુષ્યંતભાઈ આચાર્યના વિશેષ આમંત્રણને માન આપીને આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ નોંધાવવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લા લઘુમતી મોરચાના કાર્યાલય મંત્રી રૂસ્તમભાઈ પીલુડિયાએ સહજવાબદારી નિભાવતાં આ વિશેષ અવસરે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ પ્રસંગે સુરેન્દ્રનગર શહેર ભાજપ યુવા મોરચાના ઉત્સાહી કાર્યકર્તાઓ, અગ્રણીઓ તેમજ બુથ પ્રમુખઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક તથા વઢવાણ વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સાહેબના કાર્યાલય ખાતે યોજાયેલા આ સામૂહિક નિદર્શન દરમિયાન ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ અને મહાનુભાવોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી વિચારો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. આ એપિસોડ દરમિયાન વડાપ્રધાનએ રાષ્ટ્રહિત, સ્વચ્છતા અભિયાન, સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તેમજ ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને જીવનમાં ઉતારવા અંગે આહ્વાન કર્યું હતું. આ ઉપરાંત, પર્યાવરણની જાળવણી અને પ્રકૃતિ સંરક્ષણ જેવા મહત્ત્વપૂર્ણ વિષયો પર વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શને ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓમાં એક નવી ઊર્જા અને દેશભક્તિની ભાવના જગાડી હતી. આ કાર્યક્રમમાં ભાજપ પરિવારના સભ્યો અને પદાધિકારીઓએ વડાપ્રધાનના માર્ગદર્શક વિચારોને જન-જન સુધી પહોંચાડવાનો અને દેશ તથા સમાજની સેવા માટે કટિબદ્ધ રહેવાનો સંકલ્પ લીધો હતો.









