અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ, મોડાસા શાખા દ્વારા બીજા ખતના કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું.
આ કેમ્પમાં કુલ 60 બાળકોનો ખતના કરવામાં આવ્યો.આ પ્રસંગે સમાજના ઉલમાએ કિરામ, સમાજના વડીલો તથા આગેવાનોએ હાજરી આપી ટ્રસ્ટના સભ્યોની હિંમતઅફઝાઈ કરી અને સેવાકીય કાર્યને બિરદાવ્યું.

આપ સૌના સહયોગ, હાજરી અને પ્રોત્સાહન બદલ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ, મોડાસા શાખા તરફથી તમામ મહેમાનોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.તથા આ કાર્યક્રમ ને સફળ બનાવા માટે મુસ્તાક ભાઈ મલેક,ખુર્શીદ કાંકરોલીયા,મોઈન મલેક ,સાહિલ શેખ,ઈરફાન શેખ,તુફૈલ પટેલ તથા તમામ સભ્યો એ મહેનત કરીને કાર્યક્રમ ને સફળ બનાવા માટે યોગદાન આપેલ હતો










