તા.૨૫.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ :દાહોદ રેલવે તંત્રની બેવડી નીતિ: કર્મચારીઓના આવાસ પર પતરાના શેડ, દાહોદ GRP પોલીસ સ્ટેશન તડપત્રીના ભરોસે!
દાહોદ જીઆરપી પોલીસ સ્ટેશ
ન સાથે ભેદભાવ અને પતરાના શેડનો અભાવ કેમ? “દાહોદ રેલવે સ્ટેશન પરિસરમાં રેલવે તંત્રની બેવડી નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ રેલવે કર્મચારીઓના વિશ્રામ ગૃહ અને તેમના આવાસ પર ચોમાસાને ધ્યાનમાં રાખીને મજબૂત પતરાના શેડ નાખવામાં આવ્યા છે “.તો બીજી તરફ, આ જ વિશ્રામ ગૃહની બિલકુલ બાજુમાં આવેલા દાહોદ જીઆરપી (GRP) પોલીસ સ્ટેશનની હાલત તદ્દન અલગ છે. અહીં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સંભાળતી પોલીસ ચોકી પર પતરાનો શેડ નાખવાને બદલે માત્ર કામચલાઉ તડપત્રીનો સહારો લેવામાં આવ્યો છે. “સવાલ એ થાય છે કે દિવસ-રાત રેલવે મુસાફરોની સુરક્ષા અને કાયદો જાળવવામાં અગ્રેસર રહેતી રેલવે પોલીસ સાથે આ પ્રકારનો ભેદભાવ કેમ? રેલવે કર્મચારીઓના ઘર અને આંગણામાં પતરાના શેડની સગવડ થઈ શકે, તો જીઆરપી પોલીસ સ્ટેશન પર ચોમાસા પહેલા પતરા કેમ ન નંખાયા? “શું રેલવે અધિકારીઓ જીઆરપી પોલીસ સ્ટેશનની સમસ્યાઓ પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે? ચોમાસાની આ સિઝનમાં પોલીસ કર્મીઓને પડતી મુશ્કેલીઓ માટે જવાબદાર કોણ? દાહોદ રેલવે તંત્ર આ મામલે શું ખુલાસો કરે છે તે જોવું રહ્યું.”









