તા.૨૫.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahodદાહોદ ગોધરા રોડ ભરવાડવાસ ઘરની સામે પાર્ક કરેલી હોન્ડા કંપની ક્રેટા કારની ચોરી :ટાઉન એ ડીવીજન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી
દાહોદ શહેરમાં વાહન ચોરીની ઘટનાઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દાહોદના ગોધરા રોડ પર આવેલા ભરવાડવાસમાં ઘરની સામે પાર્ક કરેલી હ્યુન્ડાઇ કંપનીની કિંમતી ક્રેટા કારની અજાણ્યા શખ્સો ચોરી કરી ફરાર થઈ ગયા, દાહોદના ગોધરા રોડ ભરવાડવાસ ખાતે રહેતા અને વેપાર કરતા યોગેશભાઈ કાળુભાઈ મીરે પોતાની હ્યુન્ડાઇ ક્રેટા કાર (નંબર: GJ-20-CC-8955) પોતાના ઘરની સામે જ પાર્ક કરી હતી. રાત્રિના સુમારે અથવા કોઈ અજાણ્યા સમયે તસ્કરો
આ ગાડીને નિશાન બનાવીને ચોરી કરીને નાસી છૂટ્યા હતા.સવારે ગાડી પોતાની જગ્યાએ ન દેખાતા માલિક ચોંકી ઉઠ્યા હતા અને આસપાસ તેમજ મિત્રવર્તુળમાં તપાસ કરવા છતાં ગાડીનો કોઈ પતો લાગ્યો ન હતો. આ બનાવ અંગે વાહન માલિક યોગેશભાઈ મીરે ટાઉન એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની અને તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.








