ખેડબ્રહ્મામાં માતાજીનાં દર્શન કરવા ગયેલા દંપતી સાથે કથિત ગેરવર્તન!

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં માતાજીનાં દર્શન કરવા ગયેલા એક દંપતી સાથે બાઈકના હપ્તાને લઈને વિવાદ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. હપ્તા ભર્યાના ટ્રાન્ઝેક્શનના પુરાવા બતાવવા છતાં બાઈક લઈ જવામાં આવ્યું હોવાનો ફરિયાદી પક્ષે આક્ષેપ કર્યો છે.

મળતી માહિતી અનુસાર, તલોદ તાલુકાના સબરાજી મુવાડા ગામના રહેવાસી ઝાલા ઈશ્વરસિંહ જાલમસિંહ પોતાની પત્ની સાથે બાઈક લઈને ખેડબ્રહ્મા ખાતે માતાજીનાં દર્શન કરવા ગયા હતા.

આ દરમિયાન મંદિરના ગેટ પાસે એક વ્યક્તિએ તેમનું બાઈક રોક્યું હતું અને બાઈકના હપ્તા બાકી હોવાનું જણાવી બાઈક જપ્ત કરવાની વાત કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદી પક્ષના જણાવ્યા અનુસાર, બાકી હપ્તા ભરવાની તૈયારી દર્શાવવા છતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બાઈકના હપ્તા ભર્યાના ટ્રાન્ઝેક્શનના પુરાવા બતાવવા છતાં સંબંધિત વ્યક્તિ બાઈકની ચાવી લઈને બાઈક સાથે ત્યાંથી જતી રહી હોવાનો આક્ષેપ છે.

વધુમાં, બાઈક લઈ જનાર વ્યક્તિ પાસે ઓળખપત્ર એટલે કે આઈડી પ્રૂફ માગવામાં આવ્યું હોવા છતાં તેણે ઓળખનો કોઈ પુરાવો રજૂ કર્યો ન હોવાનો પણ ફરિયાદી પક્ષે દાવો કર્યો છે.

આ સમગ્ર મામલે ઝાલા ઈશ્વરસિંહે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હોવાનું જાણવા મળ્યું છે. દંપતીએ આ મામલે યોગ્ય તપાસ કરીને ન્યાય અપાવવાની માગ કરી છે.

અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે બાઈક લઈ જનાર વ્યક્તિ ખરેખર ફાઇનાન્સ કંપનીનો અધિકૃત કર્મચારી હતો કે નહીં? જો તે અધિકૃત કર્મચારી હતો, તો તેણે પોતાની ઓળખ અને બાઈક લઈ જવા અંગેની સત્તા સાબિત કરી હતી કે નહીં?

હાલમાં આક્ષેપો અંગેની સ્વતંત્ર પુષ્ટિ ઉપલબ્ધ નથી. સમગ્ર મામલે પોલીસ તપાસ અને સંબંધિત પક્ષનો ખુલાસો આવ્યા બાદ જ હકીકત સ્પષ્ટ થશે.

જયંતિ પરમાર સાબરકાંઠા

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો