તહેવારોમાં કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા જાળવવા બોરસદ રૂરલ પોલીસ સજ્જ: શાંતિ સમિતિની બેઠક યોજાઈ

તસ્વીર:કુંજન પાટણવાડીયા

આગામી પવિત્ર દિવાળી તેમજ નૂતન વર્ષના તહેવારોની સમગ્ર પંથકમાં શાંતિપૂર્ણ, સુરક્ષિત અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવણી થાય તેવા શુભ આશય સાથે બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા વિવિધ ગામોના સરપંચશ્રીઓ, પંચાયતના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન તહેવારો ટાણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રાખવા તેમજ ગુનાખોરી અને અકસ્માતો અટકાવવા સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી હતી.બેઠકમાં ઉપસ્થિત તમામ આગેવાનોને અનુરોધ કરવામાં આવ્યો હતો કે ગામમાં તમામ જ્ઞાતિ-સમાજના લોકો એકબીજા સાથે હળીમળીને પરસ્પર પ્રેમ અને સૌહાર્દપૂર્વક તહેવારોની ઉજવણી કરે તે પ્રકારનું યોગ્ય આયોજન ગ્રામ્ય સ્તરે કરવામાં આવે.

વાસદ-બગોદરા હાઈવે પર આવેલા ડભાસી, બોચાસણ અને વહેરા જેવા ગામોના વાહનચાલકો વારંવાર રોંગ સાઈડ વાહનો હંકારતા હોવાથી ગંભીર અકસ્માતો સર્જાવાનો ભય રહે છે. આ બાબતે ગંભીરતા દાખવી ગ્રામજનો દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવિંગ ન કરવામાં આવે તે અંગે જાગૃતિ કેળવવા સરપંચોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.

ગામડાઓમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાના ભાગરૂપે સરપંચશ્રીઓને પોતાની ગ્રાન્ટમાંથી ગામના મુખ્ય માર્ગો તેમજ મુખ્ય ચોક પર સીસીટીવી કેમેરા લગાવવા માટે આહવાન કરાયું હતું. આ ઉપરાંત, વહેરા ગ્રામ પંચાયત વિસ્તારમાં ઝડપથી વિકસી રહેલી નવીન રહેણાંક સોસાયટીઓમાં દિવાળી વેકેશન દરમિયાન બનતી રાત્રિ ઘરફોડ ચોરીઓની ઘટનાઓ અટકાવવા માટે પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ રાખવા તેમજ નાઇટ વિઝન સીસીટીવી કેમેરા કાર્યરત કરવા ભારપૂર્વક જણાવાયું હતું.

તહેવારો દરમિયાન બંધ મકાનોની આસપાસ કોઈ અજાણ્યા કે શંકાસ્પદ ઈસમો રેકી કરતા ધ્યાને આવે તો તુરંત પોલીસને જાણ કરવા જણાવાયું છે. સાથે જ, સોશિયલ મીડિયા પર આવતા કોઈપણ ભ્રામક મેસેજ કે અફવાઓ સત્યતા ચકાસ્યા વગર આગળ ફોરવર્ડ ન કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. કોઈપણ કટોકટી કે આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક પોલીસ સહાય મેળવવા માટે સરકારની ઇમરજન્સી હેલ્પલાઇન ‘જનરક્ષક ૧૧૨’ નંબર ડાયલ કરવા અનુરોધ કરાયો હતો.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો