જન શિક્ષણ સંસ્થાન ભરૂચની ૩૯મી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક યોજાઈ: પ્રથમ છ માસની કામગીરી શ્રોષ્ઠ રહી

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ: ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા પ્રાયોજિત ‘જન શિક્ષણ સંસ્થાન (JSS) ભરૂચ’ની ૩૯મી બોર્ડ ઓફ મેનેજમેન્ટ (સલાહકાર સમિતિ) ની મહત્વપૂર્ણ બેઠક સંસ્થાનાં અધ્યક્ષા એડવોકેટ ફિરદોશબેન મન્સુરી નાં અધ્યક્ષ સ્થાને ભરૂચ ખાતે મળી હતી.
બેઠકની શરૂઆતમાં સંસ્થાનાં નિયામક અને સભ્ય સચિવશ્રી ઝયનુલ આબેદીન સૈયદે ચાલુ નાણાંકીય વર્ષમાં સરકારની સૂચનાઓ અનુસાર નિર્ધારિત લક્ષ્યાંકો અને સિદ્ધિઓની વિસ્તૃત માહિતી સભ્યો સમક્ષ રજૂ કરી હતી.
નિયામકશ્રીએ વિશેષમાં જણાવ્યું હતું કે, ચાલુ નાણાંકીય વર્ષનાં પ્રથમ છ માસ માટે રજૂ કરાયેલ એક્શન પ્લાન મુજબ ૧૦૦% કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવી છે અને આગામી ત્રણ માસનાં આયોજન મુજબની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
આ બેઠકમાં વધુમાં માહિતી અપાઈ હતી કે સરકારની ‘ધરતી આબા યોજના’ અંતર્ગત જે.એસ.એસ. ભરૂચને નિસ્બડ નોઈડા દ્વારા સાબરકાંઠા જિલ્લાનાં પોશીના તાલુકામાં આવેલા વનધન વિકાસ કેન્દ્રના લાભાર્થીઓને વિશેષ તાલીમ અને મેન્ટોરિંગ કરવાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, જેના માટે સંસ્થાની ટીમ સક્રિયપણે કાર્ય કરશે.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીના પ્રતિનિધિ તરીકે ડી.એલ.એમ. શ્રી પ્રવીણ વસાવા, પોલીટેકનિકના આચાર્યશ્રી એસ. એમ. મિસ્ત્રી, સંસ્થાના ઉપાધ્યક્ષ શ્રીમતી પ્રિતીબેન દાણી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સંસ્થાની ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લઈને તેની ભારોભાર પ્રશંસા કરી હતી, અને અંતમાં નિયામકશ્રીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો