WAKANER:વાંકાનેરમાં વ્યાજખોરીનો આતંક: ૧૦ લાખ સામે ૩૫ લાખ પડાવ્યા છતાં વધુ ૧૫.૫૦ લાખની ઉઘરાણી, છરી બતાવી ધમકી

WAKANER:વાંકાનેરમાં વ્યાજખોરીનો આતંક: ૧૦ લાખ સામે ૩૫ લાખ પડાવ્યા છતાં વધુ ૧૫.૫૦ લાખની ઉઘરાણી, છરી બતાવી ધમકી

વાંકાનેરમાં વ્યાજખોરી અને ધાકધમકીનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. સીરામિક લેબર કોન્ટ્રાક્ટર પાસેથી ૧૦ લાખ રૂપિયાના ધિરાણ સામે વ્યાજ સહિત રૂ. ૩૫ લાખ વસૂલી લીધા બાદ પણ વધુ રૂ. ૧૫.૫૦ લાખની પઠાણી ઉઘરાણી કરી, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે હાલ રાજકોટ જેલમાં બંધ સરફરાજ મકવાણા સહિત ચાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ અનુસાર, વાંકાનેરના લેબર કોન્ટ્રાક્ટર દેવેન્દ્રભાઈ બળવંતભાઈ સગરે માર્ચ ૨૦૨૨માં મકાન નિર્માણ અને શ્રમિકોના પગાર ચૂકવવા માટે પોતાના બાળપણના મિત્ર સરફરાજ હુશેનભાઈ મકવાણા પાસેથી ૧૦ ટકા માસિક વ્યાજે પ્રથમ રૂ. ૮ લાખ અને ત્યારબાદ વધુ રૂ. ૨ લાખ મળી કુલ રૂ. ૧૦ લાખનું ધિરાણ મેળવ્યું હતું. આ રકમ પેટે તેઓ દર મહિને નિયમિત રૂ. ૧ લાખ વ્યાજ ચૂકવતા હતા.

દરમિયાન સરફરાજ મકવાણા એક હત્યાના ગુનામાં જેલભેગો થયો હતો. તેમ છતાં વ્યાજની ઉઘરાણી અટકી નહોતી. સરફરાજના કહેવાથી પુનીત નામના શખ્સે ઉઘરાણી સંભાળી હતી. દેવેન્દ્રભાઈએ ફાઇનાન્સ કંપનીઓમાંથી લોન લઈને તેમજ પત્નીના સોનાના દાગીના ગીરવે મૂકીને રૂ. ૨૫ લાખ ચૂકવ્યા હતા. ત્યારપછી આ ઉઘરાણી સાકીર ઇકબાલભાઈ ઘોઘાણી અને રમજાન ઉર્ફે રમજુને સોંપાઈ હતી, જેમાં સાકીરને પણ વધુ રૂ. ૮ લાખ ચૂકવાયા હતા. આમ, ફરિયાદીએ વ્યાજ-મુદ્દલ મળી અત્યાર સુધીમાં કુલ રૂ. ૩૫ લાખ ચૂકવી દીધા હતા.

પેરોલ પર આવી છરી બતાવી ધમકી આપી ફરિયાદમાં જણાવ્યા મુજબ, સરફરાજ મકવાણા પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો ત્યારે તેણે દેવેન્દ્રભાઈને ઢુવા ચોકડી પાસે બોલાવી છરી બતાવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ ૩૫ લાખ રૂપિયા વસૂલ કરી લીધા હોવા છતાં વધુ રૂ. ૧૫.૫૦ લાખની ગેરકાયદે માંગણી કરી ફરિયાદી તેમજ તેમના પરિવારને સતત માનસિક ત્રાસ અને ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું હતું.

આખરે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને દેવેન્દ્રભાઈ સગરે વાંકાનેર સીટી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોલીસે સરફરાજ હુશેનભાઈ મકવાણા, પુનીતભાઈ, સાકીર ઇકબાલભાઈ ઘોઘાણી અને રમજાન ઉર્ફે રમજુ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો