અરવલ્લી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કેન્ટીનનો શુભારંભ, પોલીસ કર્મચારીઓને વ્યાજબી ભાવે મળશે ચીજવસ્તુઓ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કેન્ટીનનો શુભારંભ, પોલીસ કર્મચારીઓને વ્યાજબી ભાવે મળશે ચીજવસ્તુઓ

મોડાસા : અરવલ્લી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કર્મચારીઓની સુવિધામાં વધારો કરવાના હેતુથી પોલીસ કેન્ટીનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સાંસદ શોભનાબેન બારૈયાના હસ્તે કેન્ટીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેન્ટીન શરૂ થતાં જિલ્લા પોલીસના કર્મચારીઓને હવે વિવિધ ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે ઉપલબ્ધ થઈ શકશે

અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને સાંસદ શોભનાબેન બારૈયાના પ્રયાસોથી જિલ્લામાં પોલીસ કેન્ટીનની સુવિધા ઉપલબ્ધ બની છે. પોલીસ કર્મચારીઓને રોજિંદા જીવનમાં જરૂરી ચીજવસ્તુઓ વાજબી ભાવે મળી રહે તે હેતુથી આ પહેલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.કાર્યક્રમ દરમિયાન સાંસદ શોભનાબેન બારૈયાના હસ્તે સારી કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)નું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પોલીસ કર્મચારીઓની કામગીરીને બિરદાવીને તેમનું મનોબળ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ધારાસભ્ય ભીખુસિંહ, જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર, નગરપાલિકા પ્રમુખ સહિતના મહાનુભાવો અને પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લામાં પોલીસ કેન્ટીનની શરૂઆત થતાં પોલીસ કર્મચારીઓને આર્થિક રાહત સાથે જરૂરી ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો