સ્પેનમાં ભયાનક રેલ અકસ્માત, 68 લોકોના મોત

સ્પેનની રાજધાની મેડ્રિડથી દક્ષિણ વિસ્તાર અંડાલુસિયાને જોડતી રેલવે લાઇન પર બુધવારે સવારે એક મોટો રેલ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે હાઈ-સ્પીડ ટ્રેનો સામસામે અથવા પાછળથી અથડાતા ભયાનક અકસ્માત થયો હતો. પ્રાદેશિક સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ગંભીર અકસ્માતમાં ઓછામાં ઓછા 68 લોકોના મોત થયા છે અને અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ ભયાનક ટક્કર બુધવારે સવારે 9 વાગ્યાની થોડીવાર બાદ એટલે કે 0800 GMT આસપાસ થઈ હતી. રેલ ઓપરેટર કંપની એડિફના જણાવ્યા મુજબ આ પાછળથી થયેલી ટક્કર હતી, જે મેડ્રિડથી સેવિલ જતી લાઇન પર ઘટી હતી. આ અકસ્માતમાં રેનફે (Renfe) અને ઇરિયો (Iryo) કંપનીઓની એક-એક ટ્રેન એકબીજા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઇરિયો કંપનીની ટ્રેનના 2 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા.

ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કાસ્ટિલા લા માંચા ક્ષેત્રની સરકારના પ્રવક્તાએ જણાવ્યું છે કે હાલમાં અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું અને ઘાયલોની કુલ સંખ્યા કેટલી છે તેની સચોટ માહિતી મેળવવામાં આવી રહી છે.

રેલ સંચાલક કંપની એડિફ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સત્તાવાર સંદેશ જારી કરીને જણાવવામાં આવ્યું છે કે મેડ્રિડ અને અંડાલુસિયા વચ્ચે દોડતી હાઈ-સ્પીડ લાઇન પર ટ્રેનોની તમામ અવરજવર અનિશ્ચિત સમય માટે રોકી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ જ રેલવે લાઇન પર ગત જાન્યુઆરી મહિનામાં પણ એક મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં 46 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. તેના બરાબર 9 મહિના બાદ ફરીથી આ જ રૂટ પર અકસ્માત થતાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો