ખેડા ટાઉન પોલીસે રઢુ-નાયકા રોડ પરથી ₹4.41 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો: કાર જપ્ત, બે આરોપી ફરાર

તસ્વીર:કુંજન પાટણવાડીયા

ખેડા ટાઉન પોલીસે બાતમીના આધારે રઢુ-નાયકા રોડ પર દરોડો પાડી ₹4.41 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી દારૂ તેમજ એક કાર સહિત કુલ 1,417 નંગ મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે બે બુટલેગરો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પુરુષોત્તમ લાઠ સ્થિત નર્મદા વસાહતની જૂની પ્રાથમિક શાળાના ભોજનાલયના રૂમમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર રેડ કરી હતી. તપાસ દરમિયાન શાળાના રૂમમાંથી તેમજ ત્યાં પાર્ક કરેલી કાર (GJ 07 AC 3326)ની ડેકીમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ 1,417 બોટલો (કિંમત ₹4,41,000) મળી આવી હતી. પોલીસે દારૂ અને વાહન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

​આ ગેરકાયદે પ્રવૃત્તિમાં રઢુ ગામના કલ્પેશ બાબુભાઈ મકવાણા અને અલ્પેશ રમેશભાઈ ભોઈ સામેલ હોવાનું ખુલ્યું છે. જોકે, પોલીસની ટીમ પહોંચતા જ બંને આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ખેડા ટાઉન પોલીસે બંને ફરાર આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો