જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘ખેત બચાવો અભિયાન’ શરૂ: ૩૦ નવેમ્બર સુધી સૌરાષ્ટ્રભરમાં જમીન સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાશે

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : કેન્દ્ર સરકારના નિર્દેશ અનુસાર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેથી દેશવ્યાપી ‘ખેત બચાવો અભિયાન’નો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. ખેડૂતોમાં જમીનના સ્વાસ્થ્ય અને ફળદ્રુપતા જાળવવા અંગે જાગૃતિ કેળવવાના ઉદ્દેશથી ૨૭ ઓક્ટોબરથી ૩૦ નવેમ્બર દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાશે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જિલ્લા ખેતીવાડી વિભાગ તેમજ ભારતીય મગફળી સંશોધન સંસ્થા (આઇઆઇજીઆર)ના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ અભિયાન હેઠળ ખેડૂતોને સોઇલ ટેસ્ટિંગ (જમીન પરીક્ષણ), સંતુલિત ખાતર વ્યવસ્થાપન, જમીન સંરક્ષણ અને ટકાઉ ખેતી પદ્ધતિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.
કાર્યક્રમમાં કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાએ જણાવ્યું કે, રાસાયણિક ખાતરોના આડેધડ ઉપયોગથી જમીનનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે, જેથી ખેડૂતો સેન્દ્રિય અને જૈવિક ખાતરોનો મહત્તમ ઉપયોગ કરે તે જરૂરી છે. પાકની જરૂરિયાત મુજબ પોષક તત્ત્વો પૂરા પાડવા, યોગ્ય પાક ફેરબદલી કરવા અને ખેતરના અવશેષો બાળવાને બદલે તેનો યોગ્ય ઉપયોગ કરવા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત કૃષિ વૈજ્ઞાનિકો અને ખેતીવાડી વિભાગની ટીમો દ્વારા ગામડે-ગામડે જઈને ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી વાકેફ કરવામાં આવશે.
આ પ્રસંગે આઇઆઇજીઆર નિયામક ડૉ. એસ.કે. બેરા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એન.બી. જાદવ, સંયુક્ત ખેતી નિયામક જી.એસ. દવે, જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ, નાયબ ખેતી નિયામક ડી.જી. રાઠોડ અને સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ.સી. છોડવડિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો