માણાવદરના વેકરી ગામની ખેડૂતપુત્રી સિમાબેન બેરાએ હિન્દી વિષયમાં પીએચ.ડી. પૂર્ણ કર્યું: BKNMU ખાતે વાઇવા સંપન્ન

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (BKNMU) ખાતે હિન્દી-આર્ટ્સ વિષયના આખરી વાઇવા બાહ્ય રેફરી ડૉ. પ્રવિણસિંહ ચૌહાણ અને ડૉ. મેરગસિંહ યાદવની ઉપસ્થિતિમાં યોજાયા હતા. જેમાં માણાવદર તાલુકાના અંતરિયાળ વેકરી ગામના ખેડૂતપુત્રી સિમાબેન અરજણભાઈ બેરાએ હિન્દી વિષયમાં પીએચ.ડી. પૂર્ણ કરી સફળતા મેળવી છે.
સિમાબેન બેરાએ ‘મૈથિલીશરણ ગુપ્ત અને રાષ્ટ્રકવિ ઝવેરચંદ મેઘાણીના કાવ્યમાં રાષ્ટ્રીય ચેતના: એક તુલનાત્મક અભ્યાસ’ વિષય પર પોતાનું સંશોધિત શોધપત્ર રજૂ કર્યું હતું. બાહ્ય રેફરી દ્વારા શોધપત્ર માન્ય રખાતાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડૉ.) પ્રતાપસિંહ ચૌહાણે સિમાબેનને તાત્કાલિક પ્રોવિઝનલ પ્રમાણપત્ર અને નોટિફિકેશન અર્પણ કર્યા હતા. કુલપતિએ જણાવ્યું હતું કે, હિન્દીના રાષ્ટ્રકવિ મૈથિલીશરણ ગુપ્તનું ‘ભારત-ભારતી’ અને મેઘાણીનું ‘કસુંબીનો રંગ’ દેશમાં રાષ્ટ્રીય ચેતના જગાવનારા પ્રતીક બન્યા હતા. ગુપ્તજીનો માર્ગ પુરાણ-ઇતિહાસનો હતો જ્યારે મેઘાણીનો માર્ગ લોકહૈયાનો હતો, પરંતુ બંનેનું અંતિમ ધ્યેય અખંડ અને સ્વાધીન ભારત નિર્માણનું હતું. તેમણે આ સંશોધન ઉચ્ચ અભ્યાસ કરતા અન્ય છાત્રો માટે માર્ગદર્શક બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.
સિમાબેને પોતાના માર્ગદર્શક ડૉ. સંજયબેન બંધીયા, પીએચ.ડી. વિભાગના કો-ઓર્ડિનેટર ડૉ. ઓમ જોષી, રાહુલ ચૌહાણ, તરલાબેન ચુડાસમા સહિતના અધ્યાપકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો