અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : બુટલેગરો કારમાં દિવાળી પર્વમાં વિદેશી દારૂનું વેચાણ કરવા નીકળ્યા,109 બોટલ સાથે પોલીસે દબોચ્યા
ગાંધીના ગુજરાતમાં તહેવારોમાં વિદેશી દારૂની ડિમાન્ડ અનેક ઘણી વધી જતી હોય છે વિદેશી દારૂના વેપલામાં બમણો નફો મળતા અને સહેલાઈથી જામીન મળી રહેતા અનેક બેરોજગાર યુવાનો વિદેશી દારૂની ખેપ મારી પૈસાની કમાણી કરી ગુન્હાની દુનિયામાં પ્રવેશ કરતા હોવાની ચોંકાવનારી ઘટના બની રહી છે

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાએ પોલીસતંત્રને પ્રોહીબિશન અમલવારી માટે સખ્ત સૂચના આપતા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ અને ચેકિંગ હાથધરી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે શામળાજી પોલીસે અણસોલ નજીક કારમાંથી 68 હજારથી વધુના વિદેશી દારૂ સાથે રાજસ્થાની બે બુટલેગરોને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા બુટલેગરો સલુંબરના ઠેકો પરથી દારૂ ખરીદી કરી કાર માં અમદાવાદ દિવાળી પર્વમાં છૂટક વેચાણ કરવા નિકળ્યા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી
શામળાજી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એસ.માલ અને તેમની ટીમે અણસોલ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથધરતા બલેનો કારમાં બે બુટલેગરો વિદેશી દારૂ ભરી ગુજરાત તરફ આવી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની બાતમી આધારિત બલેનો કાર આવતા અટકાવી તલાસી લેતા કારની અંદર સંતાડેલ વિદેશી દારૂની બોટલ ૧૦૯ કિં.રૂ.૬૮૮૮૪ નો જથ્થો જપ્ત કરી ગોપાલ જયંતી કલાલ (રહે,બનોડા-રાજ) અને નિખિલ મહેન્દ્રસિંહ ચૌહાણ (રહે,મોટાગાંવ-રાજ) ઝડપી પાડી દારૂ અને કાર મળી રૂ.૫.૭૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી









