અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી શશાંક પાંડેની કામગીરીમાં ક્ષતિઓ અંગે જિલ્લા આદેશ કલેક્ટર મિલિન્દ બાપના દ્વારા તકેદારી તપાસ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી શશાંક પાંડેની કામગીરીમાં ક્ષતિઓ અંગે જિલ્લા આદેશ કલેક્ટર મિલિન્દ બાપના દ્વારા તકેદારી તપાસ

 

અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાના ધ્યાને જિલ્લા આયોજન અધિકારી શશાંક પાંડેની કામગીરીમાં વિવિધ યોજનાઓ હેઠળની વિવેકાધીન ગ્રાન્ટના ઉપયોગ સહિતની બાબતોમાં પ્રાથમિક દ્રષ્ટિએ ક્ષતિઓ સામે આવતાં સમગ્ર મામલે તકેદારી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ અને સરકારી નાણાંનો હેતુસર ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવાના ભાગરૂપે જિલ્લા આયોજન અધિકારીની કામગીરીની સમીક્ષા દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ કેટલીક બાબતો ધ્યાન પર આવી હતી. વિવિધ યોજનાઓ હેઠળ ઉપલબ્ધ વિવેકાધીન ગ્રાન્ટની રકમનો ઉપયોગ ન થયાની બાબત સહિત સંબંધિત કામગીરીની ચકાસણી જરૂરી જણાતાં જિલ્લા કલેક્ટર એ આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ હાથ ધરવા સૂચના આપી છે.તકેદારી તપાસ અંતર્ગત સંબંધિત યોજનાઓની નાણાકીય જોગવાઈઓ, ઉપલબ્ધ ગ્રાન્ટ, ગ્રાન્ટના ઉપયોગની સ્થિતિ, યોજનાવાર ખર્ચની વિગતો, વહીવટી પ્રક્રિયા તથા સંબંધિત દસ્તાવેજો અને રેકોર્ડની ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત, ગ્રાન્ટનો ઉપયોગ ન થવા પાછળનાં કારણો અને સંબંધિત કામગીરીમાં કોઈ વહીવટી ક્ષતિ રહી છે કે કેમ તે સહિતની બાબતોની તપાસ કરવામાં આવશે.

જિલ્લા કલેક્ટરે સરકારી યોજનાઓના અમલીકરણમાં પારદર્શિતા, નાણાકીય શિસ્ત અને વહીવટી જવાબદારી જળવાઈ રહે તે માટે આ બાબતને ગંભીરતાથી લઈને તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં સામે આવતી હકીકતો અને અહેવાલના આધારે નિયમોનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારી નાણાંનો યોગ્ય અને હેતુસર ઉપયોગ થાય તેમજ વિકાસલક્ષી યોજનાઓનો લાભ નાગરિકો સુધી અસરકારક રીતે પહોંચે તે માટે કામગીરીની સમીક્ષા અને જરૂરી દેખરેખ રાખવામાં આવી રહી છે.

 

 

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો