વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : કૃષિ યુનિવર્સિટી દ્વારા રવિ ઋતુમાં વાવેતર માટે ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઘઉં GW-496 (‘ગીર સાવજ’) પ્રમાણિત બિયારણનું વેચાણ તારીખ ૨૮ ઓક્ટોબરથી ‘વહેલા તે પહેલા’ના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે.
ખેડૂતો પાસેથી અગાઉ મંગાવેલી ઓનલાઈન અરજીઓ મુજબ બિયારણ વિતરણ પૂર્ણ થયા બાદ વધેલા ઉપલબ્ધ જથ્થાનું સીધું વેચાણ શરૂ કરાયું છે. ચાલુ દિવસો દરમિયાન સવારે ૮:૩૦ થી ૧૨:૦૦ તેમજ બપોરે ૩:૦૦ થી ૫:૩૦ વાગ્યા સુધી સીડ હબ ગોડાઉન, યુનિવર્સિટી ગેટ નંબર-૩, મેગાસીડ, બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેથી આ બિયારણ મેળવી શકાશે.
જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી ખેડૂતોની જરૂરિયાત મુજબ ઘઉં GW-496 (પ્રમાણિત કક્ષા) રૂ. ૧૪૫૦/- પ્રતિ ૪૦ કિલો બેગના ભાવે મળવાપાત્ર રહેશે. વધુ વિગતો માટે બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ફોન નંબર ૦૨૮૫-૨૬૭૨૦૮૦ થી ૯૦ પર સંપર્ક કરવાનો રહેશે.










