તીધરા ગામના બિસ્માર રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા કલેક્ટરને રજૂઆત

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડો. નિરવભાઈ પટેલ અને મુકેશ પટેલે લેખિત રજૂઆત કરી, રસ્તાઓની દુર્દશાથી ગ્રામજનો અને વાહનચાલકો પરેશાન

વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં આવેલા તીઘરા ગામના મુખ્ય માર્ગો તેમજ આંતરિક રસ્તાઓ લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સમસ્ત આદિવાસી સમાજ દક્ષિણ ગુજરાતના કન્વીનર અને ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલ તથા મુકેશ પટેલ દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરાવવાની માંગ કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, તીઘરા ગામના રસ્તાઓની ખરાબ સ્થિતિ અંગે અગાઉ મોટી સંખ્યામાં ગ્રામજનોની સહીઓ સાથે તાલુકા વિકાસ અધિકારી (TDO) સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જોકે, રજૂઆત બાદ પણ આજદિન સુધી કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં રસ્તાઓનું પેચવર્ક કે નવું કાર્પેટિંગ કરવામાં ન આવતાં ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે.

ગામના આ રસ્તાઓની સ્થિતિ અત્યંત ખરાબ

રજૂઆતમાં તીઘરા ગામના નીચે દર્શાવેલા માર્ગોનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરવામાં આવી છે.

  • જનકભાઈના ઘરથી બિરસા મુંડા ચોક સુધીનો રસ્તો: અંદાજે 1.5 કિલોમીટર.
  • તીઘરા મેઈન રોડથી ઉગમણા ફળિયા થઈ સાઈબાબા મંદિર સુધીનો માર્ગ: અંદાજે 2 કિલોમીટર.
  • તીઘરા મેઈન રોડથી સ્મશાનભૂમિને જોડતો રસ્તો: અંદાજે 500 મીટર.
  • નહેર ફળિયાથી અતુલ ફળિયાને જોડતો આંતરિક રસ્તો: અંદાજે 450 મીટર.

આ તમામ માર્ગોની બિસ્માર હાલતને કારણે દૈનિક અવરજવર કરતા ગ્રામજનો, વાહનચાલકો અને અન્ય લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન આવા રસ્તાઓ પર અવરજવર વધુ મુશ્કેલ બનતી હોવાની રજૂઆતમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામજનોની સમસ્યાને ગંભીરતાથી લઈ ડો. નિરવ ભુલાભાઈ પટેલ અને મુકેશ પટેલે જિલ્લા કલેક્ટરને સંબંધિત વિભાગોને તાત્કાલિક જરૂરી સૂચનાઓ આપવા અનુરોધ કર્યો છે. રસ્તાઓનું સ્થળ નિરીક્ષણ કરાવી જરૂરી સમારકામ, પેચવર્ક અથવા નવું કાર્પેટિંગ કરાવવામાં આવે અને લાંબા સમયથી મુશ્કેલીનો સામનો કરી રહેલા ગ્રામજનોને રાહત મળે તેવી માંગ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે જિલ્લા વહીવટી તંત્ર આ રજૂઆતને કેટલું ગંભીરતાથી લે છે અને તીઘરા ગામના બિસ્માર રસ્તાઓના સમારકામ માટે ક્યારે નક્કર કામગીરી હાથ ધરે છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો