વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

પ્રભારી મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ; 311 ગામોમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાશે.
ડાંગ જિલ્લા કલેક્ટરાલય ખાતે પ્રભારી મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં 30 ઓક્ટોબરના PM-KISAN સન્માન ઉત્સવ અને 31 ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી.
PM-KISAN યોજનાના 24મા હપ્તા અંતર્ગત ડાંગ જિલ્લાના 30,488 ખેડૂતોને DBT મારફતે ₹6.11 કરોડથી વધુની સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ નિમિત્તે જિલ્લામાં 30 ઓક્ટોબરે સવારે 9:30 વાગ્યાથી કુલ 35 કાર્યક્રમો યોજાશે.
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સવારે 7 વાગ્યે આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી ‘રન ફોર યુનિટી’ યોજાશે. ઉપરાંત જિલ્લાના 311 ગામોમાં એકતા પરેડનું જીવંત પ્રસારણ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આહવાના સાંસ્કૃતિક ભવન (ડાંગ દરબાર હોલ) ખાતે યોજાશે.
પત્રકાર પરિષદમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીત, કલેક્ટર એન.ડી. પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા, જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ, જિલ્લા અગ્રણી સુરેશભાઈ ચૌધરી સહિત અધિકારીઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.










