MORBI:મોરબીમાં જિલ્લા કક્ષાના કિસાન દિવસ અને એકતા દિનની ઉજવણી સંદર્ભે પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને lબેઠક યોજાઈ

MORBI:મોરબીમાં જિલ્લા કક્ષાના કિસાન દિવસ અને એકતા દિનની ઉજવણી સંદર્ભે પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

રાજ્યભરમાં તા. ૩૦ ઓક્ટોબરનાં રોજ કિસાન દિવસ અને તા. ૩૧ ઓક્ટોબરનાં રોજ એકતા દિનની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થનાર છે. જે અંતર્ગત મોરબીમાં જિલ્લા કક્ષાના કિસાન દિવસ અને એકતા દિનની ઉજવણી થશે. જે સંદર્ભે પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને આજ રોજ મોરબી જિલ્લા પંચાયત ભવન ખાતે બેઠક યોજાઈ હતી જેમાં પ્રભારી મંત્રીશ્રી દ્વારા સમગ્ર કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી અને હાજર તમામ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓને કાર્યક્રમનું સુચારુ સંચાલન થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય અને સરકારી યોજનાઓ અંગે માહિતગાર થાય અને વધુમાં વધુ લોકો સરકારી યોજનાઓનો લાભ લે એ બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગર, જિલ્લાના અધિકારીશ્રીઓ તથા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખો અને સભ્યો હાજર રહ્યાં હતાં.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો