કાલોલ નુરાની ચોક ખાતે હઝરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ના ઉર્ષ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાઇ.

તારીખ ૩૦/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

ઉત્તરપ્રદેશ રાજ્યના કાનપુર જીલ્લા સ્થિત મકનપુર શરીફ ખાતે આરામ ફરમાવતા અને દમ મદાર બેડા પાર ના નામથી ઓળખવામાં આવતા સુફી સંત હઝરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ના ઉષ મુબારક નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ શહેર સ્થિત નુરાની ચોક જુમ્મા મસ્જિદ સામેના મોટા મદ્દશા નીચે હઝરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ના ચીલ્લા શરીફ ખાતે જીક્ર સાથે રફાઇનો કાર્યક્રમ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુસ્લિમ મહિનો જમાદિ-ઉલ-અવ્વલ નો ચાંદ ૧૭ મો અને અંગ્રેજી તારીખ ૨૯/૧૦/૨૦૨૬ રોજ શાનદાર જસ્ને ઉર્ષ મુબારકની ઉજવણી નિમિત્તે નુરાની ચોક ખાતે અશરની નમાઝ પછી કુરાન શરીફનું પઢન કરી મગરીબની નમાઝ પછી આમ નિયાઝનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી મોડી રાત્રી સુધી નીયાઝ આરોગી ધન્યતા અનુભવી હતી. ત્યારે પછી ઈશાની નમાઝ બાદ નુરાની ચોક ખાતે મશહૂર કવ્વાલ અકિલ નવાબ નો કવ્વાલી (મહેફિલે શમા) નો શાનદાર જલ્શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે દર વર્ષે જમાદિ-ઉલ-અવ્વલ ના ૧૭ માં ચાંદ ના રોજ હજરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ઉર્ષ ની ઉજવણી લઇને મોહંમદ આશીફખાન ઉર્ફે ગુડ્ડુભાઇ આશીકે જીંદાશાહ મદાર દ્વારા સમગ્ર શહેરના મુસ્લિમ બિરાદરો માટે ભર પેટ ન્યાઝનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે ત્યારે એક સરાહનીય કાર્યની લોકોએ પ્રસંશા કરી હતી.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; hdrForward: 0; highlight: false; sv:16.1.15.1.W30;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 41;
58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો