MORBI:મોરબીના રવાપર રોડ પર આવેલી અનુપમ સોસાયટીમાં બ્રેઝા કાર સળગાવવાનો મામલો: બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

MORBI:મોરબીના રવાપર રોડ પર આવેલી અનુપમ સોસાયટીમાં બ્રેઝા કાર સળગાવવાનો મામલો: બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

એક્ટિવા જેવા વાહન પર આવેલા શખ્સોએ જ્વલનશીલ પદાર્થ ફેંકી લગાવી આગ આગની આ ઘટનામાં કારને અંદાજે રૂ. ૩૦ હજારનું નુકસાન સીસીટીવી ફૂટેજ સામે આવતા ‘એ’ ડિવિઝન પોલીસે હાથ ધરી સઘન તપાસ

મોરબી શહેરના રવાપર રોડ પર આવેલી અનુપમ સોસાયટીમાં પાર્ક કરેલી બ્રેઝા કારને ટાર્ગેટ બનાવીને તેમાં આગ ચાંપવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે કારમાલિક દ્વારા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના રવાપર રોડ પર નરસંગ ટેકરી સામે આવેલી અનુપમ સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ પ્રાગજીભાઈ બોપલિયા (ઉ.વ. ૪૩) ની બ્રેઝા કાર (નંબર: GJ-36-AJ-5212) ગત તા. ૨૭ ઓક્ટોબરની રાત્રે તેમના ઘરની બહાર પાર્ક કરવામાં આવી હતી. મોડી રાત્રે પાડોશી દ્વારા કારમાં આગ લાગી હોવાની જાણ કરવામાં આવતા પરિવારજનો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા અને પાણી નાખીને સમયસર આગ પર કાબૂ મેળવી લીધો હતો.

આ આગ દુર્ઘટનામાં કારના આગળના ભાગના કાચ, પ્લાસ્ટિકની ફ્રેમ તેમજ સાઇડ પટ્ટા સહિતના હિસ્સાઓને નુકસાન પહોંચ્યું હતું. કારમાલિકે અંદાજે રૂ. ૩૦ હજારનું આર્થિક નુકસાન થયાનું જણાવ્યું છે. ઘટના બાદ આસપાસના સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા એક ચોંકાવનારી વિગત બહાર આવી હતી. ફૂટેજમાં બે અજાણ્યા શખ્સો એક્ટિવા જેવા વાહન પર આવીને કાર પર જ્વલનશીલ પદાર્થ ફેંકીને આગ લગાવીને ફરાર થતા સ્પષ્ટ નજરે પડે છે.

આ સમગ્ર બનાવ અંગે કારમાલિક ભાવેશભાઈએ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૨૬(એફ), ૩૨૪(૪) અને ૫૪ હેઠળ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટેની ચક્રો ગતિમાન કર્યા છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો