રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ દ્વારા યોજાશે ‘રન ફોર યુનિટી’

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

૩૧ ઓક્ટોબરે સવારે ૬.૦૦ કલાકે યોજાનારા ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમમાં નાગરિકોને સહભાગી બનવા અપીલ

ભુજ,તા-30 ઓક્ટોબર : ભારતના લોખંડી પુરુષ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે ૩૧ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અવસરે યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવના વધુ મજબૂત બને તેવા ઉદ્દેશ સાથે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

‘રન ફોર યુનિટી’ના માધ્યમથી યુવાનોમાં રાષ્ટ્રભાવના, શિસ્ત, સામૂહિક એકતા અને દેશ પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસે તે આશય છે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં એક પ્રયાસ છે.

કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક તમામ યુવાનોએ ઓનલાઈન લિંક દ્વારા નોંધણી કરાવવાની રહેશે. કાર્યક્રમમાં નોંધણી માટેની લિંક:https://forms.gle/RTEXfh79V9GUrBTH9 રહેશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને જનભાગીદારીથી સફળ બનાવવા પોલીસ વિભાગ દ્વારા નાગરિકોને ઉત્સાહભેર ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમમાં જોડાવવા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સહિત પોલીસ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો