જાદર પંથકમાં LCBની કાર્યવાહી: વગર લાઇસન્સની દેશી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો, ત્રણ ફરાર

જાદર પંથકમાં LCBની કાર્યવાહી: વગર લાઇસન્સની દેશી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો, ત્રણ ફરાર

રૂ. 35 હજારનો મુદ્દામાલ કબજે; પલ્સર મોટરસાઇકલ અને મોબાઇલ ફોન પણ જપ્ત

સાબરકાંઠા: દિવાળીના તહેવારો દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ ગેરકાયદેસર હથિયારો રાખતા શખ્સો સામે કાર્યવાહી કરવા પોલીસ તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરી વગર લાઇસન્સની દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે અન્ય ત્રણ શખ્સો પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે પલ્સર મોટરસાઇકલ પર ચાર શખ્સો ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યા છે. જેના આધારે પોલીસે લખેડા ગામના પાટીયા નજીક ચાંપાથી મોટા કોટડા રોડ પર વોચ ગોઠવી હતી.

દરમિયાન શંકાસ્પદ મોટરસાઇકલને રોકવાનો પ્રયાસ કરતાં તેના પર સવાર ત્રણ શખ્સો રાત્રિના અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા, જ્યારે મોટરસાઇકલ ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો. પકડાયેલા શખ્સની ઓળખ મયુદ્દીન સલીમભાઈ ડફેર (રહે. વીજાપુર, મહેસાણા) તરીકે થઈ છે.

પોલીસે તેની પાસેથી દેશી બનાવટની ફુલ્લીદાર સિંગલ બેરલ બંદૂક કિંમત રૂ. 5 હજાર, મોટરસાઇકલ કિંમત રૂ. 25 હજાર તથા મોબાઇલ ફોન કિંમત રૂ. 5 હજાર મળી કુલ રૂ. 35 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ ગુનામાં ગુલામ અબ્દુલભાઈ ડફેર, મયુદ્દીન સુમારભાઈ ડફેર અને નજર સુમારભાઈ ડફેર (તમામ રહે. વીજાપુર)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

આ મામલે ધી આર્મ્સ એક્ટ-1959ની કલમ 25(1-B)એ, 29 તથા જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની તપાસ જાદર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. ગેરકાયદેસર હથિયારો સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીને પગલે પંથકમાં ચર્ચા જાગી છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો