TANKARA:ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ભવ્ય ઉજવણી

TANKARA:ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ભવ્ય ઉજવણી

ટંકારા:ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી, દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ વિશેષ પ્રસંગે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને અડગ સંકલ્પના પ્રતીક સમાન સરદાર સાહેબને કોટિ કોટિ વંદન કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યકરોએ દેશ માટે સરદાર પટેલના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું.

આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ સંઘાણી, શહેર પ્રમુખ દુષ્યંતભાઈ ભૂત, કોંગ્રેસ અગ્રણીઓ મહેશભાઈ રાજકોટિયા, ધર્મેન્દ્રભાઈ કક્કડ, ભુપતભાઈ ગોધાણી, શ્રીપાલસિંહ તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો ગિરીશભાઈ ઘેટિયા અને જીતુભાઈ ગોસ્વામી સહિત અનેક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો