છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પ્રતિક લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી.

મુકેશ પરમાર,, નસવાડી

રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પ્રતિક તેમજ અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાનો અદભુત સમન્વય જોવા મળ્યો હતો.

​’એકતા દોડ’ના પ્રારંભ પૂર્વે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને નાગરિકોએ સામૂહિક રીતે દેશની રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા બનાવી રાખવાના માટેના ‘એકતા શપથ’ ગ્રહણ કર્યા હતા.

​જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ ‘એકતા દોડ’ એસ.એફ. હાઈસ્કૂલના પ્રાંગણથી પ્રસ્થાન કરી ક્લબ રોડ, એસ.ટી. ડેપો અને અલીરાજપુર ચોકડી થઈને પરત એસ.એફ. હાઈસ્કૂલ ખાતે સંપન્ન થઈ હતી. આ દોડે સરદાર સાહેબના “અખંડ ભારત”ના સ્વપ્નને અને રાષ્ટ્રીય એકતાના સંદેશને સાર્થક કર્યો હતો.

​રાષ્ટ્રીય એકતા દિવસના ઉપક્રમે યોજાયેલી આ ‘એકતા દોડ’માં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા, સાંસદશ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈન, જિલ્લા પોલીસ વડાશ્રી ઇમ્તિયાઝ શેખ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઓમકાર શિંદે અને મદદનીશ કલેક્ટરશ્રી મુસ્કાન ડાગર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો