શ્રી મગરવાડા તીર્થમાં માણીભદ્ર વીર દાદાના નૂતન મંદિરનું શિલાન્યાસ તથા શીલા પૂજન સંપન્ન

31 ઓક્ટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ધર્મ, શ્રદ્ધા અને ભક્તિનો પાવન સંગમ બન્યું શ્રી મગરવાડા તીર્થધામ શ્રી મગરવાડા તીર્થધામ ખાતે ધર્મ અને આધ્યાત્મિક ચેતનાને નવી દિશા આપતા ઐતિહાસિક ધાર્મિક આયોજન અંતર્ગત નૂતન માણીભદ્ર વીર દાદાના મંદિરના નિર્માણાર્થે શિલાન્યાસ તથા શીલા પૂજનની પવિત્ર વિધિ ધાર્મિક પરંપરા અને શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર સંપન્ન થઈ હતી. આ પાવન અવસરે સનાતન ધર્માવલંબીઓ, જૈન સમાજના શ્રદ્ધાળુઓ, ગ્રામજનો, તથા ધર્મપ્રેમી ભક્તજનોમાં વિશેષ ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.મંગળમય ધાર્મિક વિધિઓ અને શુભ ભાવનાઓ સાથે નૂતન મંદિરના નિર્માણ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. માણીભદ્ર વીર દાદાનું આ નૂતન મંદિર માત્ર પથ્થરોનું બાંધકામ કે ધાર્મિક સંરચના નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટે ધર્મ, સંસ્કાર, અહિંસા, ત્યાગ અને આધ્યાત્મિક મૂલ્યોની પ્રેરણા આપતું પવિત્ર કેન્દ્ર બનશે.
મંદિર નિર્માણનો આ સંકલ્પ ધાર્મિક પરંપરા અને આધ્યાત્મિક વિરાસતને વધુ સમૃદ્ધ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. પૂજ્ય ગુરુદેવોના પાવન આશીર્વાદ, માર્ગદર્શન અને મંગલ પ્રેરણાથી શ્રી મગરવાડા તીર્થધામની ધાર્મિક ગરિમાને વધુ ભવ્ય સ્વરૂપ આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ સમગ્ર ધાર્મિક આયોજન પરમ પૂજ્ય વિમલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી પ્રદ્યુમ્નવિમલસૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં તથા શ્રી મગરવાડા તીર્થના ગાદીપતિ યતિવર્ય વિજય સોમજી મહારાજ સાહેબના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં સાધુ-સાધ્વીજી ભગવંતો, જૈન સમાજના શ્રદ્ધાળુઓ, ગ્રામજનો, સનાતન ધર્માવલંબીઓ તથા વિશાળ ભક્તગણની હાજરીમાં સંપન્ન થયું હતું.આ પ્રસંગે ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓએ નૂતન મંદિરનું નિર્માણ કાર્ય વહેલી તકે અને ભવ્ય સ્વરૂપે પૂર્ણ થાય તેવી મંગલ ભાવના વ્યક્ત કરી હતી.શ્રી મગરવાડા તીર્થધામમાં આ નૂતન મંદિર આવનારા સમયમાં ધર્મશ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક ચેતનાનું એક વિશિષ્ટ કેન્દ્ર બની રહેશે.
તસ્વીર અહેવાલ પુષ્કર ગોસ્વામી વડગામ

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો