MORBI:મોરબી સ્વદેશી મેળામાં આજે સાંજે જામશે હાસ્યનો જમાવડો

મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી વસ્તુઓના પ્રચાર-પ્રસાર તથા સ્થાનિક કારીગરો, વેપારીઓ અને ઉદ્યોગકારોને પ્રોત્સાહન પૂરું પાડવાના ઉમદા હેતુથી નગરમાં ભવ્ય ‘સ્વદેશી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાને નગરજનો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે આજે આ મેળાના આંગણે મનોરંજન અને હાસ્યરસથી ભરપૂર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મહાનગરપાલિકાના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સાંજે ૭:૩૦ કલાકે યોજાનારા આ હાસ્યસભર કાર્યક્રમમાં લોકપ્રિય હાસ્ય કલાકાર ચંદ્રશેખર પંડ્યા પોતાની આગવી શૈલીમાં રમૂજી રજૂઆતો કરી ઉપસ્થિત નગરજનોને હાસ્ય અને આનંદની લહેરમાં તરબોળ કરશે.
સ્વદેશી મેળાના માધ્યમથી માત્ર લોકલ ફોર વોકલને વેગ મળી રહ્યો છે તેવું નથી, પરંતુ મોરબીવાસીઓને પારિવારિક મનોરંજન પણ મળી રહે તેવું સુંદર આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
મોરબીના તમામ નગરજનોને પરિવાર સાથે સ્વદેશી મેળાની મુલાકાત લેવા, દેશી અને સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરવા તેમજ આ હાસ્યસભર કાર્યક્રમનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આનંદ માણવા મોરબી મહાનગરપાલિકા દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.”આવો, સ્વદેશી અપનાવીએ અને હાસ્યના રંગે રંગાઈએ!”













