તારીખ ૩૧/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન પગાર કેન્દ્ર શાળાના આચાર્ય હસમુખભાઈ કે મકવાણા વય નિવૃત્તિના કારણે નિવૃત થતા આજ રોજ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કાલોલ તાલુકા પંચાયતના ઉપ્રમુખ સંજયભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હિતેશભાઇ ભાટીયા,અતિથિ વિશેષ તરીકે પૂવૅ બીટ કેળવણી નિરીક્ષક ભાવેશભાઇ પટેલ, કાલોલ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષીક સંઘના પ્રમુખ, કાલોલ સોસાયટીના ચેરમેન જયદિપસિહ વાઘેલા,સેક્રેટરી ઘનશ્યામભાઈ પટેલ અને પગાર કેન્દ્રના આચાર્યઓ,ગામના ડે.સરપંચ તેમજ પરસોતમભાઇ સોલંકી ભુરખલ,કિરીટભાઇ સમાયા, પી બી મકવાણા કાનોડ,જગદીશભાઈ મકવાણા મધવાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સી.આર.સી કો-ઓર્ડીનેટર અક્ષયભાઇ પટેલ તથા પેટા શાળાના આચાર્યોને શિક્ષકો તથા એસ.એમ.સી.ના સદસ્યશ્રીઓ, ગ્રામજનો,સ્નેહી સગાવહાલાઓ તથા શાળના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન શાળાના મદદનીશ શિક્ષક રમેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હસમુખભાઇ મકવાણાના સ્મરણોને તાજા કરતા ટીચર્સ સોસાયટીના ચેરમેન જયદિપસિહ વાઘેલા, પગાર કેન્દ્રના આચાર્યઓ તથા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયભાઈ રાઠોડ દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું હતું. તથા હસમુખભાઈ મકવાણા દ્વારા કરાયેલા કાર્યોને યાદ કરી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સર્વ મહેમાનોને હસમુખભાઈ મકવાણાએ આવકારી પોતાની નોકરી દરમિયાનના સંસ્મરણો યાદ કર્યા હતા.અંતે હસમુખભાઈ મકવાણાને ભેટ સોગાદ અર્પણ કરી તેમના વિદાય સમારંભને યાદગાર બનાવ્યો હતો.કાર્યક્રમના અંતે ભોજન લઈ સહુ જુદા પડ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભાઈલાલભાઇ સોલંકી અને પાયલબેન પટેલ શાળાના શિક્ષકોએ કર્યું હતું.










