ચાર દિવસથી ગુમ જાફરાબાદના માનસિક અસ્વસ્થ યુવકને ચોરવાડ પોલીસે સમયસૂચકતા અને માનવતા દાખવી હેમખેમ પરિવાર સાથે કરાવ્યું મિલન

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
ચોરવાડ : કોઈપણ કારણોસર પરિવારથી વિખૂટા પડી ગયેલા કે ગુમ થયેલા વ્યક્તિઓને શોધી પરિવાર સાથે પુનઃ મિલન કરાવવાના ઉદ્દેશથી ચોરવાડ પોલીસે સરાહનીય કામગીરી કરી છે. છેલ્લા ચારેક દિવસથી પોતાના ઘરેથી નીકળી ગયેલા અને ચોરવાડ વિસ્તારમાં ભટકતા માનસિક રીતે અસ્વસ્થ યુવકને શોધી કાઢી પોલીસે તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
વિગત મુજબ, ચોરવાડ ટાઉન બીટ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોરવાડના કાબીવાવ વિસ્તારમાં એક યુવક છેલ્લા ચારેક દિવસથી એકલો ભટકતો હોવાની બાતમી મળી હતી. સ્ટાફે સ્થળ પર જઈ તપાસ કરતાં યુવક માનસિક રીતે અસ્વસ્થ જણાયો હતો. તેને સુરક્ષિત રીતે ચોરવાડ પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન યુવક પોતાનું પૂરું નામ-સરનામું જણાવી શકતો નહોતો, પરંતુ પોતે જાફરાબાદનો હોવાનું જણાવતો હતો.
પોલીસે તુરંત જાફરાબાદ ખાતે તપાસ હાથ ધરી તેના નાના ભાઈ રાકેશ રણછોડ બારીયાનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે આ યુવક વિનોદ રણછોડ બારીયા છે અને તે છેલ્લા ચાર દિવસથી ઘરેથી કહ્યા વગર નીકળી ગયો હતો. પોલીસે તેના પરિવારજનોને ચોરવાડ પોલીસ સ્ટેશન બોલાવી વિનોદ બારીયાને હેમખેમ સોંપ્યો હતો. ચાર દિવસ બાદ ગુમ થયેલા સ્વજનને સુરક્ષિત પાછો મેળવી પરિવારે ચોરવાડ પોલીસનો આભાર માન્યો હતો.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો