જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરાઈ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રતિમા પૂજન અને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ નિમિત્તે સવારે ૯:૦૦ વાગ્યે જીમખાના પાસે તેમજ ૯:૩૦ વાગ્યે જોષીપરા પાદર ચોક ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર ધર્મેશ પોશીયા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલ રાજપૂત, ધારાસભ્ય સંજય કોરડીયા, પ્રભારી સચિવ દિલીપ રાણા, કમિશનર આઈ.આર. વાળા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, નાયબ કમિશનર કેતન વાઘેલા અને જયેશ વાજા તેમજ દંડક કલ્પેશ અજવાણી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં કોર્પોરેટર વંદનાબેન દોશી, ભાવનાબેન વ્યાસ, પ્રવિણ વાઘેલા, અગ્રણી જયેશ ધોરાજીયા, હરેશ પરસાણા, પ્રવિણ અકબરી, ભાવનાબેન હીરપરા, જ્યોતિબેન વાડોલીયા, રમેશ બાવળિયા, વિનુ ચાંદેગરા, જે.કે. ચાવડા, અશોક ભટ્ટ, ગીતાબેન મહેતા, નીતિન સૂખવાણી તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો