દાહોદનું ગૌરવ વિકાસ વર્મા કલાકારોની ખ્યાતનામ સંસ્થા CINTAA ના ઉપપ્રમુખ બન્યા

તા.૩૧.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદનું ગૌરવ: વિકાસ વર્મા કલાકારોની ખ્યાતનામ સંસ્થા CINTAA ના ઉપપ્રમુખ બન્યા

ટેલિવિઝન, ગુજરાતી ફિલ્મો અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં દાહોદનું નામ રોશન કરનાર વિકાસ વર્માની વિશેષ સિદ્ધિ દાહોદથી મુંબઈ અને વિશ્વમંચ સુધીની પ્રેરણાદાયી સફર મૂળ દાહોદના અને હાલ મુંબઈ સ્થિત જાણીતા અભિનેતા તથા ફિલ્મ નિર્માતા વિકાસ વર્માને ફિલ્મ અને ટેલિવિઝન ક્ષેત્રની મુંબઈ સ્થિત પ્રતિષ્ઠિત સંસ્થા CINTAA (સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન) માં ઉપપ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવી છે. કલાકારોના હિત અને કલ્યાણ માટે કાર્યરત આ આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થામાં તેમને મળેલું આ સ્થાન દાહોદ સહિત સમગ્ર ગુજરાત માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે.વિકાસ વર્માએ પોતાની સખત મહેનત, સંઘર્ષ અને પ્રતિભાના બળે મુંબઈના મનોરંજન જગતમાં એક આગવી ઓળખ સ્થાપિત કરી છે. તેમણે અતિ લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સહિત અનેક ધારાવાહિકો અને ફિલ્મોમાં નોંધપાત્ર અભિનય કર્યો છે. અભિનય ઉપરાંત ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પણ તેમણે પોતાની ક્ષમતા સાબિત કરી છે; તેઓ જાણીતી ગુજરાતી ફિલ્મ ‘આવ તારું કરી નાખું’ ના નિર્માતા છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવામાં તેમનું પ્રદાન અગ્રણી રહ્યું છે.CINTAA ની નવનિયુક્ત વર્કિંગ કમિટીમાં ઉપાસના સિંહ, સાહિલા ચઢ્ઢા, કુનિકા, દીપક પરાશર અને વર્ષા ઉસગાંવકર જેવાં દિગ્ગજ તથા વિતેલા સમયના ખ્યાતનામ કલાકારો સાથે વિકાસ વર્માને ઉપપ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી મળવી એ તેમની સિદ્ધિ દર્શાવે છે.ફ્રાન્સથી અમેરિકા સુધી દાહોદનું નામ રોશન કર્યું વિકાસ વર્માની કલાત્મક સફર માત્ર ભારત પૂરતી સીમિત ન રહેતાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિસ્તરી છે. તેમણે ફ્રાન્સના વિશ્વપ્રસિદ્ધ ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’ તેમજ અમેરિકામાં યોજાયેલા ગુજરાતી ફેસ્ટિવલમાં સહભાગિતા નોંધાવીને દાહોદ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.તેમના દ્વારા નિર્મિત શોર્ટ ફિલ્મ ‘માવતર’ ને વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પરથી ૪૦ થી વધુ ‘બેસ્ટ શોર્ટ ફિલ્મ’ પુરસ્કારો પ્રાપ્ત થયા છે, જે તેમની સર્જનાત્મકતા અને ફિલ્મ નિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો