પીએમ કિસાન સન્માન નિધિના ૨૪મા હપ્તા અંતર્ગત દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાયનું સીધું હસ્તાંતરણ

કે.વી.કે. સમોડા-ગણવાડા ખાતે ‘ખેત બચાઓ અભિયાન’ અંતર્ગત કિસાન ગોષ્ઠિ યોજાઈ; ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી અને સંતુલિત ખાતર વપરાશ અંગે માર્ગદર્શન અપાયું

ઉપસ્થિત ખેડૂતોએ પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું

પીએમ કિસાન સન્માન નિધિના ૨૪મા હપ્તા અંતર્ગત દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાયનું સીધું હસ્તાંતરણ

માહિતી બ્યુરો, પાટણ

તા. ૩૦/૧૦/૨૦૨૬

સમાચાર સંખ્યા:૭૨૨/૭૮

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો ૨૪મો હપ્તો જાહેર કર્યો હતો. આ હપ્તા અંતર્ગત દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય સીધી જમા કરવામાં આવી હતી. પાત્રતા ધરાવતા ખેડૂતોને રૂ. ૨,૦૦૦ની હપ્તાદીઠ સહાયનો લાભ મળ્યો છે.

આ કાર્યક્રમના અનુસંધાને પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સમોડા-ગણવાડા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ખાતે ‘ખેત બચાઓ અભિયાન’ અંતર્ગત કિસાન ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂત ભાઈઓ અને બહેનોએ કૃષિ પ્રદર્શનની મુલાકાત લીધી હતી તેમજ શિયાળુ પાકોની વૈજ્ઞાનિક ખેતી અંગેની માહિતીપ્રદ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. ઉપેશકુમાર તથા કેન્દ્રના વૈજ્ઞાનિકોએ ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા અને પાકની ઉત્પાદકતા વધારવા માટે જમીનની જરૂરિયાત, પાકની પોષકતત્ત્વોની માંગ અને સ્થાનિક હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય પ્રમાણમાં, યોગ્ય સમયે અને યોગ્ય પદ્ધતિથી ખાતરનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને મેક્રો અને માઇક્રો પોષકતત્ત્વોનો સંતુલિત ઉપયોગ જમીનના સ્વાસ્થ્ય અને પાકના સારા ઉત્પાદન માટે અનિવાર્ય હોવાનું સમજાવવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વ સાથે શિયાળુ ઋતુના મુખ્ય પાકો જેવા કે ઘઉં, રાયડો, જીરું અને અજમાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ, પાક વ્યવસ્થાપન અને જરૂરી કૃષિ તકનીકો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત ખેડૂતોએ પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અને તેમના દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન તથા કૃષિ ક્ષેત્રને લગતી માહિતી મેળવી હતી. આ કિસાન ગોષ્ઠિ દ્વારા ખેડૂતોમાં વૈજ્ઞાનિક ખેતી, જમીનના સ્વાસ્થ્યનું જતન અને સંતુલિત ખાતર વપરાશ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો સહિત પાટણ જિલ્લાના ખેડૂત ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો