તા.૦૧.૧૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના ખૂટખેડા ગામના ૬૫ વર્ષીય માજી સરપંચની ગળું કાપી ક્રૂર હ*ત્યા, પત્નીની નજર સામે જ બે શખ્સોએ ખેલ્યો લોહિયાળ ખેલ
દાહોદ તાલુકાના ખૂટખેડા ગામે મોડી રાત્રે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના ૬૫ વર્ષીય માજી સરપંચ નરસિંગભાઈ ભાવસિંગભાઈ મીનામાની અજાણ્યા શખ્સો દ્વારા ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ઘાતકી હ*ત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પરિવાર સહિત ગ્રામજનોમાં ભારે ગમગીની સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.પત્નીની નજર સામે જ હુમલો કર્યો મળતી માહિતી મુજબ, માજી સરપંચ નરસિંગભાઈ મોડી રાત્રે પોતાના ઘરે પત્ની સાથે હાજર હતા. તે દરમિયાન અચાનક બે અજાણ્યા શખ્સો ઘરમાં પ્રવેશ્યા હતા. આ શખ્સોએ કંઈ પણ વિચાર્યા વગર નરસિંગભાઈ પર હુમલો કરી ગળાના ભાગે ગંભીર ઘા ઝીંકી દીધા હતા અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં નરસિંગભાઈને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમિયાન જ તેમણે દમ તોડી દીધો હતો. હાલ મૃ*તદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.આ લોહિયાળ ઘટનાની જાણ થતાં જ પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ખૂટખેડા ગામે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ લૂંટના ઈરાદે આવેલી ચોર ટોળકીનું કૃત્ય છે કે પછી કોઈ અંગત અદાવત કે અન્ય કોઈ કારણોસર આ હ*
ત્યા કરવામાં આવી છે, તે તમામ દિશાઓમાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે









