પાટડી ખાતે રૂ. 13 કરોડના ખર્ચે ફુલ્કી- પાટડી-ખારાઘોડા રોડના નવીનીકરણનો પ્રારંભ

તા.02/11/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે નાગરિકોની સુખાકારી અને અવર જવરને વધુ સરળ બનાવતી દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આજરોજ પાટડી ખાતે રાજ્યના પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા અને દસાડાના લોકલાડીલા ધારાસભ્ય પી. કે. પરમારની વિશેષ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત અંદાજે રૂ. ૧૩ કરોડના જંગી ખર્ચે નિર્માણ પામનાર મહત્વપૂર્ણ ફુલ્કી- પાટડી- ખારાઘોડા રોડના નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્તની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. અંદાજે રૂ. ૧૩ કરોડના આ માર્ગના નવીનીકરણથી પાટડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો વચ્ચેનો પરિવહન સંપર્ક વધુ સરળ અને ઝડપી બનશે. આ વિસ્તારના નાગરિકો, ખેડૂતો, વેપારીઓ અને દૈનિક અવરજવર કરતા વાહન ચાલકોને અત્યાધુનિક અને સગવડભર્યો સુધારેલો માર્ગ ઉપલબ્ધ થવાથી મોટી રાહત મળશે તેમજ અવરજવર વધુ સલામત બનશે. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી નબુબેન ચાવડા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નટુજી, નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ, અગ્રણીઓ સર્વશ્રી દિલીપભાઈ પટેલ તથા નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વહીવટી તંત્રમાંથી જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક, પ્રાંત અધિકારી મિલન રાવ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમશીલ વધાવ્યો હતો.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો