MORBI:મોરબીમાં પણ સેવાની દિવ્ય સુવાસ ફેલાવતું ‘મેંગોપીપલ પરિવાર’

“ચાલો સાથે મળી કોઈના સ્મિતનું કારણ બનીએ…” એ પવિત્ર મંત્રને જીવનનો પરમ ધ્યેય બનાવીને છેલ્લા ૧૩ વર્ષથી માનવતાની અનન્ય જ્યોત પ્રગટાવી રહેલી સંસ્થા ‘મેંગોપીપલ પરિવાર’ (નિર્મલરાજ ચેરિટેબલ ટ્રસ્ટ) દ્વારા મોરબીની પાવન ધરા પર પણ સેવાનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. પોતાની નિઃસ્વાર્થ સેવાઓ થકી અસંખ્ય આશીર્વાદ પ્રાપ્ત કરનારી આ સંસ્થાએ મોરબીમાં વધુ એક હૃદયસ્પર્શી સતકર્મ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મોરબીના સંસ્થાના પરમ શુભચિંતકશ્રી જાડેજા સાહેબના માર્ગદર્શનથી ‘મેંગોપીપલ પરિવાર’ દ્વારા એક વયોવૃદ્ધ માતાની પીડા સમજીને તેમને વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી.પથારીવશ રહેલા માતૃશ્રીને જ્યારે વ્હીલચેર પર બેસાડવામાં આવ્યા, ત્યારે તેમના અને તેમના પુત્રના ચહેરા પર એક અનોખો રાહતનો ભાવ છવાઈ ગયો હતો. વ્હીલચેર સ્વીકારતી વખતે પુત્રનું હૃદય ભરાઈ આવ્યું હતું.
આ પવિત્ર ક્ષણે મેંગોપીપલ પરિવારના પ્રમુખશ્રી મનીષભાઈ રાઠોડ દ્વારા પુત્રને સાંત્વના પાઠવવામાં આવી હતી અને “માતા એ જ ઈશ્વરનું સાચું સ્વરૂપ છે” તેવો સુંદર ભાવ વ્યક્ત કરી, માતૃશ્રીની વધુમાં વધુ સેવા-ચાકરી કરવા માટે નમ્ર વિનંતી સાથે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ‘મેંગોપીપલ પરિવાર’ સંસ્થા છેલ્લા ૧૩ વર્ષથી ઝૂંપડપટ્ટી અને સ્લમવિસ્તારોના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ, પૌષ્ટિક આહાર અને ઉત્તમ સંસ્કારો આપીને તેમના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ છે. આ ઉપરાંત, સંસ્થા દ્વારા શરૂ કરાયેલા ‘પ્રોજેક્ટ મુસ્કાન’ અંતર્ગત છેલ્લા ૯ વર્ષથી મોરબી, રાજકોટ, જામનગર અને વાંકાનેર જેવા વિસ્તારોની જરૂરિયાતમંદ બહેનો-દીકરીઓને આરોગ્ય વિષયક સાચી સમજણ સાથે દર મહિને નિઃશુલ્ક સેનેટરી પેડ્સ પહોંચાડીને તેમના સ્વાસ્થ્ય અને સન્માનની રક્ષા કરવામાં આવી રહી છે.
સંસ્થાના આ માનવતાવાદી સેવાયજ્ઞમાં સહભાગી બનવા, વધુ માહિતી મેળવવા કે આપનો અમૂલ્ય સહયોગ આપવા માટે સંસ્થાના પ્રમુખશ્રી મનીષભાઈ રાઠોડ (મો. 9276007786 ) નો સંપર્ક કરવા હૃદયપૂર્વક અનુરોધ કરવામાં આવ્યો છે.”ચાલો સાથે મળી કોઈના સ્મિતનું કારણ બનીએ…”












