MORBI:મોરબી ટ્રાફિક PSI એચ.વી. સોમૈયા સાહેબના નિવૃત્તિ વિદાયમાન સમારોહમાં જલારામ ધામના અગ્રણીઓ દ્વારા વિશેષ અભિવાદન

મોરબી ટ્રાફિક શાખામાં પી.એસ.આઈ. તરીકે લાંબી અને નિષ્ઠાવાન ફરજ બજાવનાર એચ.વી. સોમૈયા સાહેબ પોતાની વય મર્યાદા પૂરી કરી નિવૃત્ત થતા, તેમના સન્માનમાં એક ભવ્ય વિદાયમાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ગરિમાપૂર્ણ પ્રસંગે મોરબી જલારામ ધામના અગ્રણીઓ દ્વારા સોમૈયા સાહેબની લોકઉપયોગી અને સરાહનીય સેનાની પ્રશંસા કરવામાં આવી હતી. જલારામ ધામના અગ્રણીઓ કીશોરભાઈ ચંડિભમર, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ અને નીરવભાઈ હાલાણી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને સોમૈયા સાહેબને શાલ ઓઢાડીને ભવ્ય સન્માન કર્યું હતું તથા ભવિષ્યના જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.












