તા.02/11/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


રાજકીય-સામાજિક આગેવાનો અને અખબાર પરિવારો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

રાજકીય-સામાજિક આગેવાનો અને અખબાર પરિવારો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી, સુરેન્દ્રનગર અને વઢવાણ પંથકમાં પોતાની પત્રકારત્વની નીડર શૈલી અને સચોટ અહેવાલ લેખનથી આગવી ઓળખ ઊભી કરનાર લોકપ્રિય યુવા પત્રકાર ઉમેશભાઈ અશોકભાઈ બાવળિયાનો આજરોજ જન્મદિવસ છે. જન્મદિનના આ અવસર પર સમગ્ર બાવળિયા પરિવારમાં અને તેમના મિત્રવર્તુળમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નાની ઉંમરમાં પત્રકારત્વ ક્ષેત્રે મોટું નામ અને લોકચાહના મેળવનાર ઉમેશભાઈ બાવળિયા હાલ ‘વાત્સલ્યમ્’ દૈનિક અખબાર, ‘ગાંધીનગર ટુડે’ અને ‘એટ ધીસ ટાઈમ ન્યૂઝ’ જેવા નામાંકિત અખબાર તથા ન્યૂઝ પ્લેટફોર્મ્સમાં જિલ્લા બ્યૂરોચીફ તરીકે પોતાની જવાબદારી અત્યંત નિષ્ઠા, ઈમાનદારી અને પારદર્શિતાથી નિભાવી રહ્યા છે. ઉમેશભાઈના જન્મદિન નિમિત્તે પ્રદેશના અગ્રણી સંતો-મહંતો, વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો તેમજ પત્રકાર મિત્રો તરફથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. વિશેષરૂપે ‘વાત્સલ્યમ્’ દૈનિક અખબાર પરિવાર અને ‘ગાંધીનગર ટુડે’ પરિવાર દ્વારા તેમને ઉત્તરોત્તર પ્રગતિ માટે હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. વાળંદ સમાજ સહિત સમગ્ર જિલ્લામાં પોતાની મિલનસાર અને લોકઉપયોગી પત્રકારત્વની શૈલીથી જાણીતા બનેલા ઉમેશભાઈએ લોક પ્રશ્નોને વાચા આપવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. ૩૬ વર્ષનું સફળ આયુષ્ય પૂર્ણ કરી આજે તેઓ ૩૭માં વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે સતત નીડર બનીને સમાજસેવા અને સત્યના માર્ગે અગ્રેસર રહેવા બદલ સમગ્ર મીડિયા જગત અને શુભેચ્છકો તરફથી શ્રી ઉમેશભાઈ બાવળિયાને જન્મદિનની અઢળક શુભેચ્છાઓ સહ જન્મદિન મુબારક! આપ આગામી સમયમાં પત્રકારત્વ ક્ષેત્રે વધુ ઊંચાઈઓ સર કરો તેવી હાર્દિક કામના.









