પ્રેસ ક્લબ ઓફ લાખણી ની વાર્ષિક સાધારણ સભા સંપન્ન નવા સુકાનીઓ સર્વાનુમતે વરણી કરાઈ

નારણ ગોહિલ લાખણી

વાવ થરાદ જીલ્લા ના લાખણી તાલુકાના પત્રકાર એશોશિયન ની પ્રેસ ક્લબ ઓફ લાખણીની વાર્ષિક સાધારણ સભા મળી હતી

સભાની સૌથી મહત્વની કાર્યવાહી નવી કારોબારીની રચનાની કરાઈ હતી. જેમાં ઉપસ્થિત તમામ સભ્ય પત્રકારોએ એક અવાજે અને સર્વાનુમતે બે અનુભવી અને કર્મઠ પત્રકારોની વરણી કરી હતી.

જેમાં પ્રમુખ પદે વરિષ્ઠ પત્રકાર શાંતિભાઈ સુથાર અને મંત્રી પદે નરસિંહભાઈ પ્રજાપતિ ની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી છે. આ બંને નામોની જાહેરાત થતા જ સભામાં તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવામાં આવ્યા હતા અને પુષ્પમાળા પહેરાવી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

નવનિયુક્ત પ્રમુખ શ્રી શાંતિભાઈ સુથારે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, “પ્રેસ ક્લબ એ માત્ર સંગઠન નથી, પણ એક પરિવાર છે. તમામ પત્રકાર મિત્રોને સાથે રાખી, કોઈપણ ભેદભાવ વગર, નિષ્પક્ષ અને નીડર પત્રકારત્વને પ્રાધાન્ય આપવામાં આવશે. તાલુકાના દરેક પત્રકારના સુખ-દુઃખમાં ક્લબ હંમેશા સાથે ઉભી રહેશે.”

જ્યારે નવનિયુક્ત મંત્રી શ્રી નરસિંહભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સંગઠનને વધુ મજબૂત, સક્રિય અને પારદર્શક બનાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.

આ પ્રસંગે ઉપસ્થિત તમામ પત્રકારોએ “પત્રકારોની એકતા, સંગઠનની મજબૂતી અને નિષ્પક્ષ પત્રકારત્વ” ની દિશામાં પ્રેસ ક્લબ ઓફ લાખણી સતત પ્રગતિ કરે અને લોકશાહીના ચોથા સ્તંભને વધુ મજબૂત બનાવે તેવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

અંતમાં સમગ્ર પ્રેસ ક્લબ પરિવાર વતી નવનિયુક્ત હોદ્દેદારોને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો