ચંદ્રવદન બી મકવાણા. કિલ્લા પારડી

BRICS સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ વીક–2026 અંતર્ગત MY ભારત વલસાડ દ્વારા ચણવઈ ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છતાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાનમાં જિલ્લા યુવા અધિકારી આયુષ ચૌધરી, ચણવઈ ગ્રામ પંચાયતના સરપંચ સૌરભ પટેલ, તલાટી ગોવિંદભાઈ, પૂર્વજિલ્લા પંચાયત સભ્ય હેતલબેન પટેલ, સમાજસેવક યોગેશ પટેલ, MY ભારતના સ્વયંસેવકો અંજલિ, સ્નેહા, રામમનોહર, વંશ અનેપલક તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તમામ સહભાગીઓએ સાથે મળીને રસ્તાની આસપાસ સફાઈ અનેકચરાનું એકત્રીકરણ જેવી પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ યુવાનો અને સ્થાનિક નાગરિકોમાં સ્વચ્છતા, પર્યાવરણસંરક્ષણ અને સામૂહિક જવાબદારી અંગે જાગૃતિ લાવવાનો છે. આ અભિયાન દ્વારા MY ભારત વલસાડે સ્વચ્છ, સ્વસ્થ અને હરિતસમાજના નિર્માણનો સંદેશ આપ્યો હતો.











