આચાર્ય શ્રી ભગીરથસિંહ જાળીયા અને આચાર્ય વર્ગ-૨ શ્રી પ્રિયેશ વાળાના માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ ટીમ, જૂનાગઢ દ્વારા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જૂનાગઢ ખાતે તાલીમાર્થીઓને રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવાના હેતુથી પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્લેસમેન્ટ ડ્રાઇવ અંતર્ગત નેસ્લે (Nestlé), સાણંદ પ્લાન્ટ ખાતે રોજગારી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં કુલ ૪૧ ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી ૨૩ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રકારની પ્લેસમેન્ટ ડ્રાઇવ દ્વારા આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને ઔદ્યોગિક ક્ષેત્રમાં રોજગારીની તકો પ્રાપ્ત થાય છે તેમજ તેમની કૌશલ્ય ક્ષમતા અને કારકિર્દીના વિકાસને પ્રોત્સાહન મળે છે. સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જુનાગઢ દ્વારા તાલીમાર્થીઓને ગુણવત્તાયુક્ત વ્યવસાયિક તાલીમની સાથે રોજગારીની તકો પૂરી પાડવા માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










