HALVAD હળવદના ભલગામડા ગામે સામાન્ય બોલાચાલી બાદ હુમલો: પાંચ ઈજાગ્રસ્ત

HALVAD હળવદના ભલગામડા ગામે સામાન્ય બોલાચાલી બાદ હુમલો: પાંચ ઈજાગ્રસ્ત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામે વાડીમાં ઘૂસી આવેલા ગાયના વાછરડાને ભગાડવાની સાવ સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચેનો વિવાદ ઉગ્ર બની ગયો હતો. જેમાં પાંચ શખ્સોએ એકસંપ થઈને એક જ પરિવારના પાંચ સભ્યો પર લાકડી, ધોકા અને છરીથી લોહિયાળ હુમલો કરતા સમગ્ર ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ, ભલગામડા ગામના ખેડૂત ધીરાભાઈ અરમશીભાઈ ઉઘરેજા (ઉં.વ. 45)ની ભાગની વાડીમાં પડોશીની વાડીમાંથી ગાયનું વાછરડું ઘૂસી આવ્યું હતું, જેને ધીરાભાઈના પત્નીએ ત્યાંથી ભગાડી મૂક્યું હતું. આ સામાન્ય બાબતનો ખાર રાખીને દિનેશભાઈ ગોવિંદભાઈ ઉઘરેજા ધીરાભાઈના ઘર પાસે પહોંચી ગયા હતા અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી.

ધીરાભાઈએ ગાળો બોલવાની ના પાડતા મામલો વધુ વણસ્યો હતો અને ઉગ્ર વિવાદ શરૂ થયો હતો. આ દરમિયાન ઝઘડો ઉગ્ર બનતા આરોપીઓએ હુમલો કરી દીધો હતો:

માથાના ભાગે જીવલેણ હુમલો: રતન ધરમશી ઉઘરેજાએ ધીરાભાઈને માથાના ભાગે લાકડી ફટકારી લોહીલુહાણ કરી દીધા હતા. પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્ર યુવરાજને હકાભાઈ ગોવિંદભાઈએ માથામાં ધોકો મારી ઈજા પહોંચાડી હતી.બચાવ કરવા આવેલા ધીરાભાઈના ભાઈ જીતેશભાઈને સિંધાભાઈ કેશાભાઈએ છરી વડે પડખાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી.હુમલા દરમિયાન નરશીભાઈના ડાબા હાથમાં લાકડી મારતા ફ્રેક્ચર થયું હતું, જ્યારે રાજુભાઈને ધોકો મારવામાં આવતા જમણા હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી.આ ઉપરાંત, રવિ દિનેશભાઈ ઉઘરેજાએ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

આ લોહિયાળ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા તમામ પાંચ સભ્યોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હળવદની શ્રીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે, છરીના ઘાથી ગંભીર રીતે ઘાયલ થયેલા જીતેશભાઈની તબિયત નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવ અંગે ભોગ બનનાર ધીરાભાઈ અરમશીભાઈ ઉઘરેજાની ફરિયાદના આધારે હળવદ પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી અને આગળની તપાસ હાથ ધરી છે.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો