દિવાળી સહિતના તહેવારો નિમિત્તે સુપ્રીમ કોર્ટ દ્વારા થયેલ આદેશમાં પ્રતિબંધિત ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ સંદર્ભમાં આપવામાં આવેલ સુચનાઓની અમલવારી કરવા હુકમ કરવામાં આવેલ દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ફટાકડા ફોડવા બાબતે અને ફટાકડા ફોડવાના કારણે આગ, અકસ્માતના કે અન્ય કોઈ દુર્ઘટના ન બને તેમજ જાહેર જનતાની સલામતી માટે જૂનાગઢ જિલ્લામાં ખરીદ, વેચાણ અને ફટાકડા ફોડવા અંગે દિશા નિર્દેશો આપવામાં આવેલ છે.લોકોની જાહેર સલામતીના હેતુસર જૂનાગઢ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને BNSS,૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ ફટાકડાના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં દિવાળી તથા અન્ય તહેવારો દરમ્યાન ફટાકડા ફોડવામાં આવે છે તેમાં ફટાકડા રાત્રે ૦૮:૦૦ કલાક થી ૧૦:૦૦ કલાક સુધી જ ફોડી શકાશે તેમજ નૂતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે ૨૩:૫૫ કલાકથી ૦૦:૩૦ કલાક સુધી જ ફોડી શકાશે.ન્યાયાલયો, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, એરપોર્ટ, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવે છે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદુષણ અને ઘન કચરો ઉત્પન્ન ક૨તાં બાંધેલા ફટાકડા (Joint firecrackers, Series crackers or Laris) પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે. કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહી, રાખી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી.તમામ પ્રકારની ઈ-કોમર્સ વેબસાઈટને ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ રહેશે. બેરીયમનો ઉપયોગ કરી ફટાકડા બનાવી શકાશે નહી કે ફોડી શકાશે નહી. લોકોને અગવડ ઉભી ન થાય, કોઈપણ જાતની ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે જૂનાગઢ જિલ્લાનાં બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર ૨૨સ્તાઓ, પેટ્રોલપંપ, એલ.પી.જી. બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસ સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈ મથકની નજીક ફટાકડા કે દારૂખાનું ફોડી શકાશે નહી. કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુકકલ/આતશબાજ બલુન) નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહિ તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહીં. દિવાળીના તહેવાર દરમ્યાન પ્રદૂષણનું પ્રમાણ વધે નહિ તે માટે PESO સંસ્થા ધ્વારા અધિકૃત બનાવટવાળા ફટાકડાનું વેચાણ તથા ઉપયોગ કરી શકાશે.આ હુકમ તા.૩૧/૧૦/૨૦૨૬ થી તા.૨૫/૧૧/૨૦૨૬ સુધી (બંન્ને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમનો ભંગ ક૨ના૨ વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










