દેવભૂમિ દ્વારકા જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬ અંતર્ગત પ્રામાણિકતા અને સતર્કતાના શપથ લીધા

જામનગર
(નયના દવે દ્વારા)
દેવભૂમિ દ્વારકા જિલ્લા માહિતી કચેરી ખાતે સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે કર્મચારીઓ દ્વારા પ્રામાણિકતા, નિષ્ઠા અને સતર્કતાના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. દેશના આર્થિક, રાજકીય અને સામાજિક વિકાસમાં ભ્રષ્ટાચારમુક્ત વાતાવરણનું નિર્માણ થાય તેવા ઉમદા હેતુથી આ શપથ લેવામાં આવયા હતા.
આ પ્રસંગે કચેરીના ઉપસ્થિત તમામ કર્મચારીઓએ દેશ અને સમાજ પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરી, ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સક્રિય સહયોગ આપવા તેમજ જાહેર જીવનમાં પ્રામાણિકતા અને પારદર્શિતા જાળવવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટાચારના નિર્મૂલન અને જનજાગૃતિના હેતુથી રાજ્ય સરકાર દ્વારા તા. ૩૧ ઓક્ટોબરથી તા. ૦૬ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬’ (Vigilance Awareness Week-2026)ની ઉજવણી કરવામાં આવી રહી છે.











