MORBI:મોરબીના ઉમિયા સર્કલ ખાતે ‘ડાક સેવા જન સેવા’ અભિયાન અંતર્ગત ડાક ચોપાલ યોજાઈ

MORBI:મોરબીના ઉમિયા સર્કલ ખાતે ‘ડાક સેવા જન સેવા’ અભિયાન અંતર્ગત ડાક ચોપાલ યોજાઈ

મોરબી શહેરના ઉમિયા સર્કલ ખાતે ‘ડાક સેવા જન સેવા’ કાર્યક્રમ હેઠળ વિશેષ ડાક ચોપાલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડાક વિભાગની ખાસ મોબાઈલ થિયેટર વાન મોરબી ખાતે પહોંચી હતી, જેના માધ્યમથી પોસ્ટ ઓફિસની વિવિધ લોકઉપયોગી સેવાઓ અંગે લોકોમાં વ્યાપક જાગૃતિ લાવવામાં આવી હતી.

‘આપકા બેંક, આપકે દ્વાર’ સૂત્રને સાર્થક કરવાના આશયથી યોજાયેલી આ ચોપાલમાં નાગરિકોને ડિજિટલ બેન્કિંગ અને ઇન્સ્યુરન્સ સહિતની આધુનિક સેવાઓ વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ડાક વિભાગના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. પોસ્ટ વિભાગ દ્વારા અપાતી સેવાઓ અંગે માહિતી મેળવવામાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના કારણે આ કાર્યક્રમને નગરજનો તરફથી સારો એવો પ્રતિસાદ સાંપડ્યો હતો.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો