Rajkot: રાજકોટ શહેરમાં ભયજનક જળાશયોમાં ન્હાવા તથા ભારે ભીડ એકઠી થવા પર મનાઈ

તા.૨/૧૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આવેલા ભયજનક જળાશયો જેવા કે, નદી, તળાવ, નહેર વગેરેમાં ન્હાવા તેમજ આવા સ્થળો પર ભારે ભીડ એકઠી થવા પર શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં જણાવાયું છે કે, (૧) આજી નદીનો કાંઠો નવયુગપરા ઘાંચીવાડ સ્મશાનથી કેસરી હિંદ પુલ સુધી, (૨) લાલપરી તળાવ, બેડીપરા તથા ભગવતી પરા ચોકી વિસ્તાર, (૩) આજી નદીનો કાંઠો, બેડીપરા તથા માધાપર ચોકડી વિસ્તાર (૪) આજીડેમનો પૂર્વ બાજુનો કાંઠો, ભાવનગર હાઈ-વે રોડ સાઇડ, (૫) ખોખડદળ નદી, ખોખડદળ ગામ (૬) રાંદરડા તળાવ, જૂના માર્કેટિંગ યાર્ડ પાસે, (૭) ત્રંબા ગામ ત્રિવેણી નદીનો સંગમ કાંઠો, (૮) કાળીપાટ ગામ ડેમ, નવા રૂડા રિંગરોડ પાસે, (૯) સરધાર ગામ દરબારગઢ પાસે આવેલો ડેમ (૧૦) ઈશ્વરીયા પાર્ક ખાતે આવેલું તળાવ, (૧૧) અટલ સરોવર, (૧૨) પરશુરામ મંદિર પાછળનું તળાવ, ન્યૂ ૧૫૦ ફુટ રિંગરોડ, (૧૩) યુનિર્વસિટી કેમ્પસ, મેલડી માતાના મંદિરની સામેનું તળાવ, (૧૪) યુનિર્વસિટી ચાર રસ્તા, પ્રશીલ પાર્કની પાછળનું તળાવ, (૧૫) વેજાગામ પાસે આવેલું તળાવ, (૧૬) રૈયા ગામનું તળાવ, (૧૭) ન્યારી ડેમ-૧, (૧૮) કોપર એલીગન્સ સરોવર, મવડી ગામ, (૧૮) લાખાણી સરોવર, સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે, (૧૯) વીરવરૂ સરોવર, રંગોલી પાર્ક પાસે, (૨૦) પવિત્રમ પ્રયાગ સરોવર, નાના મૌવા ગામ, (૨૧) પાબારુ સરોવર, મફતીયાપરા, (૨૨) જીબીયા સરોવર, કટારિયા ચોકડી પાસે, (૨૩) સમન્વય સરોવર, કણકોટ રોડ (૨૪) રોલેક્સ સરોવર, નવો ૧૫૦ ફૂટ રિંગરોડ, આ જળાશયોમાં કોઈપણ વ્યક્તિઓ, પ્રવાસીઓને ન્હાવા પર તથા ભારે ભીડ થવા પર પ્રતિબંધ રહેશે. આ જાહેરનામું ૩૧ ડિસેમ્બર સુધી અમલી રહેશે અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો